For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Paytm ટૂંક સમયમાં જ તેનું ડેબિટ કાર્ડ લોન્ચ કરવા જઈ રહ્યું છે

ગ્લોબલ પેમેન્ટ કંપની Visa એ તેના નેટવર્કમાં Paytm Payments Bank નો સમાવેશ કર્યો છે. ટૂંક સમયમાં તમે Paytm ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકશો.

|
Google Oneindia Gujarati News

ગ્લોબલ પેમેન્ટ કંપની Visa એ તેના નેટવર્કમાં Paytm Payments Bank નો સમાવેશ કર્યો છે. ટૂંક સમયમાં તમે Paytm ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકશો. આના હેઠળ, પેટીએમ ટૂંક સમયમાં Visa લખેલા ડેબિટ કાર્ડને જારી કરી શકે છે. ભારતમાં આશરે 30 કરોડ લોકો પેટીએમનો ઉપયોગ કરે છે. પેટીએમ સાથે જોડાઈને વિઝા કંપની તે ગ્રાહક વર્ગને પોતાની સાથે જોડાવા માંગે છે.

આ પણ વાંચો: Paytm ની નવી સર્વિસ ટૂંક સમયમાં જ શરૂ થશે, ઘરે બેઠા પૈસા કમાવવાની તક

બેંકમાં 4.4 કરોડ વર્ચ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ

બેંકમાં 4.4 કરોડ વર્ચ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ

જો કે, પેટીએમ બેંક હજી સુધી તેમની પાસે ખાતું ખોલાવનારા ગ્રાહકોને ડિજિટલ ડેબિટ કાર્ડ્સ ઉપલબ્ધ કરાવી રહ્યું હતું. હવે ગ્રાહકોને ફિઝિકલ કાર્ડ પણ આપવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી લાયસન્સ પ્રાપ્ત સાત પેમેન્ટ બેન્કો પૈકીની એક પેટીએમ અત્યાર સુધી RuPay ડેબિટ કાર્ડ જારી કરી રહી હતી. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક આગળ પણ ગ્રાહકોને RuPay ડેબિટ કાર્ડ આપવાનું ચાલુ રાખશે. જણાવી દઈએ કે બેંકમાં 4.4 કરોડ વર્ચ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ્સ છે.

કસ્ટમર્સને મળશે વધુ સારી સેવાઓ

કસ્ટમર્સને મળશે વધુ સારી સેવાઓ

બીજી બાજુ, વિઝાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આલ્ફ્રેડ એફ. કેલીએ જણાવ્યું હતું કે, "અમે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સાથે મળીને ક્રેડિટ કાર્ડ ઓફર કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ." તેનાથી પેટીએમના સતત વધતા ગ્રાહક બેઝને બહેતર સેવાઓ ઓફર કરી શકાશે. ભારત અને દક્ષિણ એશિયાના વિઝા ગ્રૂપના દેશના મેનેજર T R Ramachandran મુજબ પેટીએમ પેમેન્ટ્સ બેંક ઔપચારિક રીતે વિઝા નેટવર્કમાં એક સભ્ય તરીકે જોડાઈ છે અને ટૂંક સમયમાં જ પેટીએમ ભારતીય બજારમાં વિઝા કાર્ડ્સ ઇશ્યૂ કરી શકશે.

ગ્રાહકોએ નોટબંધી પછી પેટીએમનો કર્યો ઉપયોગ

ગ્રાહકોએ નોટબંધી પછી પેટીએમનો કર્યો ઉપયોગ

જણાવી દઈએ કે મોબાઇલ વૉલેટ સોલ્યુશન તરીકે પેટીએમને તૈયાર કરવામાં આવ્યું હતું. તેથી જ્યારે લોકો પાસે રોકડ ન હોય ત્યારે પણ તેઓ બધી ચૂકવણી કરી શકે છે. 2016 માં નોટબંધી પછી, પેટીએમનો ઉપયોગ ખુબ જ વધી ગયો. ત્યારથી, કંપનીએ અત્યાર સુધી ઘણા ફેરફારો કર્યા છે. છેલ્લા થોડા મહિનાથી, કંપની તેના પોઇન્ટ ઓફ સેલ સોલ્યુશન્સ વધારી રહી છે. તાજેતરમાં જ, કંપનીએ તેના પેમેન્ટ ટર્મિનલ પણ લોંચ કર્યા છે, જેનાથી તમામ પ્રકારના કાર્ડ્સને એક્સેપટ કરી શકાય.

બીજી બાજુ, એ વાતની પણ જાણકારી આપી દઈએ કે પેટીએમ મૉલ પર આજે ઘણા લેપટોપ્સ પર મોટી ડિલ્સ મળી રહી છે જેમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત કેશબૅક ઓફર પણ સામેલ છે. જો તમે નવું લેપટોપ ખરીદવા માંગતા હો, તો તમે પેટીએમની ડિલ્સ પર એક નજર નાખી શકો છો. આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા આ ઉત્પાદનો ખરીદવા પર 5% કેશબેક પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ઘણા પ્રોમો કોડ્સનો ઉપયોગ કરવા પર મૂવી વાઉચર્સ, ઇલેક્ટ્રિકસીટી વાઉચર્સ વગેરેનો પણ લાભ મળીરહ્યો છે.

English summary
Paytm Will Soon Launch Its Debit Card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X