For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 11 બેન્કના ATM થશે બંધ, શું તમારી બેન્ક પણ છે સામેલ ?

રિઝર્વ બેન્કના પ્રોમ્પટ કરેક્ટિવ એક્શન (PCA) લિસ્ટ મુજબ આવતી સ્ટેટ બેન્કોએ પોતાના એટીએમ બંધ કરવાની શરૂઆત કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેન્કના પ્રોમ્પટ કરેક્ટિવ એક્શન (PCA) લિસ્ટ મુજબ આવતી સ્ટેટ બેન્કોએ પોતાના એટીએમ બંધ કરવાની શરૂઆત કરી દીધી છે. કોસ્ટ ઓછઈ કરવા માટે રિઝર્વ બેન્કના રેગ્યુલેટરી ઓર્ડર બાદ ઈન્ડિયન ઓવરસીઝ બેન્કથી લઈને કેનરા બેન્કે પોતાના એટીએમ બંધ કર્યા છે. રિઝર્વ બેન્કના ડેટા અસાર આ સ્ટેટ બેન્કોએ ગત વર્ષે 1,635 એટીએમ બંધ કર્યા હતા.

આ છે બેન્કનું લિસ્ટ

આ છે બેન્કનું લિસ્ટ

RBIના PCA લિસ્ટમાં આવતી બેન્કોએ ગત વર્ષે અનેક એટીએમ બંધ કર્યા છે. આ બધું ત્યારે થયું જ્યારે ગત વર્ષે ગ્રામીણ ભારતમાં કેશ વિડ્રોઅલમાં 22 ટકાનો વધારો થયો છે. આ યાદીમાં અલ્હાબાદ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, કેનરા બેન્ક અ યુકો બેન્ક સામેલ છે. તો પંજાબ બેન્ક અને બેન્ક ઓફ બરોડા પણ એટીએમ બંધ કરી રહ્યા છે

આ બેન્કે સૌથી વધુ એટીએમ કર્યા બંધ

આ બેન્કે સૌથી વધુ એટીએમ કર્યા બંધ

સૌથી વધુ એટીએમ ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે બંધ કર્યા છે. ઈન્ડિયન ઓરસીઝ બેન્કે પોતાના 15 ટકા એટીએમને તાળા મારી દીધા છે. ગત વર્ષે એપ્રિલમાં આ બેન્કના એટીએમની સંખ્યા 3,500 હતી, જે ઘટીને હવે 3000 થઈ છે. આ બાદ કેનરા બેન્ક અ યુકો બેન્ક આવે છે, જેમણે પોતાના 7.6 ટકા એટીએમ બંધ કર્યા છે.

પીસીએ લિસ્ટમાં ના હોવા છતા એટીએમ બંધ

પીસીએ લિસ્ટમાં ના હોવા છતા એટીએમ બંધ

બેન્ક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેન્ક એવી બે મોટી બેન્ક છે, જે પીસીએ લિસ્ટમાં ન હોવા છતા એટીએમ બંધ કરી રહ્યા છે. બેન્ક ઓફ બરોડાએ 2 હજાર જેટલા એટીએમ બંધ કર્યા છે, તો સ્કેમમાં ફસાયેલી પીએનબીએ 1 હજાર એટીએમના શટર પાડી દીધા છે.

પ્રાઈવેટ બેન્કના એટીએમની વધી સંખ્યા

પ્રાઈવેટ બેન્કના એટીએમની વધી સંખ્યા

એક તરફ સરકારી બેન્ક એટીએમમાં કાપ મૂકી રહ્યા છે, બીજી તરફ પ્રાઈવેટ અને સ્મોલ ફાઈનાન્સ બેન્ક તેની અછત પૂરી રહ્યા છે. નવી ફીનો પેમેન્ટ બેન્કે 2,700 એટીએમ ઓપન કર્યા છે, તો સૌથી મોટી સાર્વજનિક બેન્ક સ્ટેટ બેન્કે 500 નવા એટીએમ મૂક્યા છે. બીજી તરફ પ્રાઈવેટ બેન્કોએ 2016થી 2017 વચ્ચે નવા 7,500 એટીએમ ઈન્સ્ટોલ કર્યા છે. જો કે આ આંકડા આગલા વર્ષ કરતા ઓછા છે. 2015થી 2016 વચ્ચે બેન્કોએ 15,714 એટીએમ લગાવ્યા હતા.

ATMનો ખર્ચો છે મોટો

ATMનો ખર્ચો છે મોટો

એટીએમ મશીનોને લઈ સ્ટેટ બેન્કના મેનેજિંગ ડિરેક્ટરનું કહેવું છે કે એટીએમનો બિઝનેસ આકર્ષક નથી. એક એટીએમની કિંમત 2.5 લાખ છે, જ્યારે તેની ઓપરેશન કોસ્ટ 4થી 5 લાખ વચ્ચે છે. આ ઉપરાંત તેમાં 20 લાખ રૂપિયા વધુ ઉમેરો તો તેના પર કોઈ વળતર નથી મળતું. પોતાના નેટવર્ક પર રોકડ અ ફ્રી ટ્રાન્ઝેકશ્નનું આયોજન થાય છે, અને અમારા ગ્રાહકો અન્ય બેન્કના એટીએમનો ઉપયોગ કરે છે.

માર્ચ 2016થી ડિસેમ્બર 2017 વચ્ચે સરકારી બેન્કના શેર ગગડ્યા હતા. આ દરમિયાન કમર્શિયલ લોડિંગ માર્કેટમાં આ બેન્કના શેર 32 લાખ સુધી ગગડ્યા. તો બીજી તરફ પ્રાઈવેટ બેન્કના શેર 9.1 લાખ કરોડથી વધઈને 10.9 લાખ કરોડ અને NBFCમાં 2.2 લાખ કરોડથી વધીને 3.9 લાખ કરોડ સુધી પહોંચ્યા

English summary
PCA Banks Shutters Are Down Due To The Stiffness Of The RBI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X