આધાર લિંક કરવાના નામે ખાતાથી આ રીતે પૈસા થઇ રહ્યા છે ચોરી

Posted By:
Subscribe to Oneindia News

હવે દેશભરમાં આધાર કાર્ડ સિવાય નવા મોબાઇલ કનેક્શનને નથી આપવામાં આવી રહ્યું. ત્યારે કંપનીઓ નકલી મોબાઇલ નંબરોને બંધ કરી રહી છે. વધુમાં ટેલીકોમ મિનિસ્ટ્રીની તરફથી પણ આ અંગે જલ્દી જ પગલા લેવા જણાવ્યું છે. પણ સરકારના આ મહેનતનો કેટલાક ઠગો પોતાના સ્વાર્થ માટે ખોટી રીતે ફાયદો ઉઠાવી રહ્યા છે. એક મહત્વનો કદમ ઉઠાવવામાં આવ્યો છે. પણ લોકો તેની આડ પણ પોતાના ધોરખધંધા ચલાવી રહ્યા છે.

call

નકલી કોલ

આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે લિંક કરવા માટે નકલી કોલ આવી રહ્યા છે. આ કોલ ઉઠાવનાર લોકો તમારાથી તમારો આધાર નંબર અને જન્મતિથિ પુછે છે અને પછી તેનો ખોટો ઉપયોગ કરે છે. ફોન કરનાર પોતાને મોબાઇલ કંપનીના વેરિફિકેશન ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યૂટિવ જણાવે છે. અને પછી તમારી ખાનગી જાણકારી મેળવી લે છે.

call

ખાતાથી ઉડાવે છે પૈસા

આવા ઠગ તમારી જાણકારી ઉપયોગ કરીને ચાલુ વાતે જ ઓનલાઇન શોપિંગ કરી લે છે. અને પછી ગ્રાહકને મોબાઇલમાં એક ઓટીપી આવે છે તે પણ કોઇ રીતે જાણીને ગ્રાહકના પૈસાથી પોતાનો ફાયદો નીકાળી લે છે. જો કે ફોન કપતા જ ગ્રાહકને પોતાની સાથે થયેલી ઠગાઇ વિષે ખબર પડે છે. જ્યારે પૈસા કપાવવાનો મેસેજ આવે છે.

બચતા રહેજો!

જો તમારી પાસે પણ આવો કોઇ કોલ આવે તો ભૂલથી પણ તમારી ખાનગી જાણકારી કોઇને ના આપો. જો તમે તમારો મોબાઇલ આધાર કાર્ડ સાથે લિંક અપ નથી કરાવ્યો તો તમે અધિકૃત એજન્સીમાં જઇને પોતાની આધાર કોપી અને વિગતો આપી આ કામ કરી શકો છો.

English summary
people are getting fake calls to link aadhaar. Read here more.
Please Wait while comments are loading...