નવા વર્ષના બીજા જ દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલના રેટ પણ વધ્યા

નવા વર્ષના બીજા જ દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલના રેટ પણ વધ્યા

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના રેટમાં 2 જાન્યુઆરીએ પણ ભાવ વધારો નોંધાયો છે. 2 જાન્યુઆરીએ અમદાવાદમાં પેટ્રોલના રેટમાં 7 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલ પણ પ્રતિ લીટરે 12 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 72.58 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 71.28 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ગાંધીનગરમાં પણ પેટ્રોલ 72.76 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 71.46 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે, રાજકોટમાં પેટ્રોલ 76.72 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે, જૂનાગઢમાં 73.12 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને 71.84 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે. જામનગરમાં 72.56 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને 71.21 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે જ્યારે સુરતમાં 72.55 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ અને 71.23 પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

દેશી આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો મુંબઈકરોએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો માર સહન કરવો પડ્યો છે. મુંઈમા આજે પેટ્રોલમાં 8 પૈસાનો જ્યારે ડીઝલમાં 12 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 80.87 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 71.43 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીના રેટ

દિલ્હીના રેટ

દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં 11 પૈસા પ્રતિ લીટરે ઉછાળો જોવા મળ્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરે ઉછાળો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 75.25 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 68.10 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

ચેન્નઈના રેટ

ચેન્નઈના રેટ

ચેન્નઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના રેટ વધ્યા છે. ચેન્નઈમાં પણ આજે પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો વધારો નોંધાયો છે જ્યારે ડીઝલના ભાવમાં 12 પૈસાનો વધારો નોંધાયો છે નવી કિંમતો લાગૂ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ 7.20 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 71.98 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X