Petrol- Diesel Rate Today: જાણો આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે?
Petrol- Diesel Rate Today: જાણો આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે?
Petrol and Diesel Rate Today: આજે મંગળવારે એટલે કે 6 એપ્રિલ 2021ના રોજ ડીઝલ અને પેટ્રોલના રેટમાં કોઈ બદલાવ થયો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલ 90.56 રૂપિયા પ્રતિ લીટરના રેટ પર સ્થિર રહ્યું. જ્યારે ડીઝલના રેટ 80.87 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે સ્થિર રહ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયનઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધાર પર 6 વાગ્યેથી પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં સંશોધન કરે છે અને જાહેર કરે છે.

આજે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે જાણો
- દિલ્હીમાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 90.56 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લીટર પર છે.
- કોલકાતામાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 90.77 રૂપિયાી છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 83.75 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નઈમાં હાલ એક લીટર પેટ્રોલની કિંમત 92.66 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલ 85.96 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
કિંમત નક્કી કરવાનો આધાર
વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે.












Click it and Unblock the Notifications
