Fuel Rates: 28 દિવસમાં 7.18 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ, જાણો આજના રેટ

મંગળવારે તગડો ઝટકો આપ્યા બાદ તેલ કંપનીઓએ બુધવારે સામાન્ય જનતાને રાહત આપી છે.

નવી દિલ્લીઃ મંગળવારે તગડો ઝટકો આપ્યા બાદ તેલ કંપનીઓએ બુધવારે સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નથી. તમને જણાવી દઈએ કે કાલે પેટ્રોલના ભાવમાં 28 પૈસા અને ડીઝલના ભાવમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે.

28 દિવસમાં 7.18 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ

28 દિવસમાં 7.18 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મેથી અત્યાર સુધી 29 વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પણ વધ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવ 71.50 પ્રતિ બેરલ થઈ ગયા છે માટે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે 4 મે પછી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 7.18 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 7.45 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે.

રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

રાહુલ ગાંધીએ સાધ્યુ નિશાન

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારને નિશાના પર લઈને કહ્યુ હતુ કે ચૂંટણીના સમયે જ ઈંધણના ભાવ ઘટશે, અત્યારે રાહતની આશા ના રાખશો. તેમણે ટ્વિટ કર્યુ હતુ કે, 'પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે? જ્યારે આવતી ચૂંટણી આવશે.'

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 97.50 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 103.63 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.65 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 97.38 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 100.76 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 94.41 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 99.55 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામઃ 95.25 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 93.77 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 94.70 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 88.23 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 95.72 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 92.83 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.08 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.03 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 93.54 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 93.56 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામઃ 88.83 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 87.87 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 88.64 રૂપિયા પ્રતિ લિટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X