પેટ્રોલ-ડીઝલના ભાવોમાં કરવામાં આવ્યો ઘટાડો, જાણો નવા દર
છેલ્લા 24 દિવસથી સ્થિર રહેલ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં બુધવારે ઘટાડો કરવામાં આવ્યો છે. જાણો કેટલો ઘટાડો કરાયો.
નવી દિલ્લીઃ છેલ્લા 24 દિવસથી સ્થિર રહેલ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં બુધવારે ફરીથી ફેરફાર કરવામાં આવ્યો પરંતુ આ વખતે કરવામાં આવેલ ફેરફાર જનતાને રાહત આપનાર છે કારણકે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈંધણ કંપનીઓએ બુધવારે પેટ્રોલના ભાવમાં 18 પૈસા અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. ઈંધણના ભાવમાં ફેરફાર સાથે આજે રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 18 પૈસા ઘટીને 90.99 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 17 પૈસા ઘટીને 81.30 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે આંતરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવોમાં થયેલ ઘટાડા બાદ ઘરેલુ બજારમાં ઈંધણના ભાવોમાં ઘટાડો થયો છે. છેલ્લા 15 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જેના કારણે ઈંધણ 71 ડૉલર પ્રતિ બેરલથી ઘટીને 64 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. માનવામાં આવી રહ્યુ કે કોરોના વાયરસ દુનિયાભરમાં એક વાર ફરીથી વધતા કેસોના કારણે ઈંધણના ભાવોમાં હજુ વધુ ઘટાડો થઈ શકે છે. નવા ભાવ સાથે દિલ્લીમાં પેટ્રોલ 90.99 રૂપિયા અને ડીઝલ 81.30 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નઈમાં પેટ્રોલ 92.95 રૂપિયા અને ડીઝલ 86.29 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચવામાં આવી રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલ 97.40 રૂપિયા અને ડીઝલ 88.42 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઈ રહ્યુ છે. કોલકત્તામાં પેટ્રોલ 91.18 રૂપિયા અને ડીઝલ 84.18 રૂપિયા પ્રતિ લિટર છે. વળી, લખનઉમાં પેટ્રોલ 89.18 રૂપિયા અને ડીઝલ 81.70 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે અમદાવાદમાં પેટ્રોલ 88.39 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.74 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યુ છે.












Click it and Unblock the Notifications
