ગુજરાત સહિત ઘણા રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો
કેન્દ્ર સરકારે બુધવારે (03 નવેમ્બર) દિવાળીના અવસર પર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં અનુક્રમે રૂપિયા 5 અને રૂપિયા 10નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લેવાની થતી એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાના કરેલા નિર્ણયને પગલે ગુજરાત સરકારે પણ પેટ્રોલ ડીઝલ પરનો વેટ ઘટાડી સમગ્ર રાજ્યમાં આજે મધ્યરાત્રીથી આ ભાવ ઘટાડાનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળીના પર્વ પર પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોમાં ઘટાડો કરીને દેશવાસીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે બુધવારે (03 નવેમ્બર) દિવાળીના અવસર પર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં અનુક્રમે રૂપિયા 5 અને રૂપિયા 10નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી (વેટમાં ઘટાડો) કરવાના કેન્દ્રના નિર્ણય બાદ ઘણા ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોએ ગ્રાહકોને રાહત આપવા ઈંધણ પરના વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12-12 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે બિહારમાં ડીઝલ 11.90 રૂપિયા અને પેટ્રોલ 6.30 રૂપિયા સસ્તું થયું છે.
કેન્દ્રએ એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કર્યાના કલાકો બાદ, ભાજપ શાસિત રાજ્યો આસામ, ગોવા, ત્રિપુરા, કર્ણાટક, ઉત્તરાખંડ, મણિપુર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારની સરકારોએ ઈંધણ પરના વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
જાણો ક્યા રાજ્યમાં કેટલો ઘટાડો?
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે, યુપીમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 12-12 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- ઉત્તર પ્રદેશમાં વેટમાં પેટ્રોલ પર 7 રૂપિયા અને ડીઝલ પર 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- એનડીએના નેતૃત્વવાળી બિહાર સરકારે વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. ભાજપના વરિષ્ઠ સાંસદ સુશીલ કુમાર મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. બિહાર
- સરકારે પેટ્રોલ પર 1.30 રૂપિયા અને ડીઝલ પર 1.90 રૂપિયાની રાહત આપી છે. આવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બંને રાહતોને કારણે હવે બિહારમાં પેટ્રોલ 6.30 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 11.90 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે.
- ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમની સરકારે પેટ્રોલ પર 7 રૂપિયા અને ડીઝલ પર 7 રૂપિયાની વધારાનો ઘટાડો કર્યો છે. જેના કારણે ડીઝલની કિંમતમાં 17 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલની કિંમતમાં 12 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે.
- આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ પણ પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ રૂપિયા 7 ઘટાડવાની જાહેરાત કરી હતી. જે બાદ આસામમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે.
- કર્ણાટક સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આવા સમયે ત્રિપુરામાં પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 7 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદ આ બંને રાજ્યોમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે.
- હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ બુધવારના રોજ કહ્યું હતું કે, તેમની સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા માટે નોટિફિકેશન બહાર પાડશે.












Click it and Unblock the Notifications
