સપ્તાહમાં બીજી વાર ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ
સપ્તાહની અંદર સતત બીજી વાર પેટ્રોલ-ડીઝલની ભાવ ઘટાડવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવો ઘટાડાના કારણે સપ્તાહની અંદર સતત બીજી વાર પેટ્રોલ-ડીઝલની ભાવ ઘટાડવામાં આવ્યા છે. મંગળવારે પેટ્રોલના ભાવોમાં 19-22 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 21-23 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર સાથે દિલ્લીમાં આજે પેટ્રોલ 22 પૈસાના ઘટાડા સાથે 90.56 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 23 પૈસાના ઘટાડા સાથે 80.87 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. જ્યારે સોમવાર સુધી દિલ્લીમાં પેટ્રોલની કિંમત 90.78 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલની કિંમત 81.10 રૂપિયા પ્રતિ લિટર હતી.

જો બીજા શહેરોની વાત કરીએ તો કોલકત્તામાં પેટ્રોલ 90.77, મુંબઈમાં 96.98, ચેન્નઈમાં 92.58 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યુ છે. વળી, મુંબઈમાં ડીઝલ 87.96 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચાઈ રહ્યુ છે. જ્યારે ચેન્નઈમાં ડીઝલ 85.88 રૂપિયા અને કોલકત્તામાં 83.75 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યુ છે. ભારતીય ક્રૂડ ઓઈલ કંપનીઓ દ્વારા ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો 25 માર્ચે કરવામાં આવ્યો હતો.
સતત બીજી વાર ઘટાડાથી એ સંકેત મળી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં હજુ ઘટાડો આવી શકે છે જેનો ફાયદો ગ્રાહકોને પણ મળશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં સોમવારે 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો.યુરોપના અમુક દેશોમાં કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલ લૉકડાઉનના કારણે ત્યાં ક્રૂડ ઓઈલની માંગમાં આવેલા ઘટાડાને આનુ કારણ માનવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
