Petrol Diesel Price: આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, 12 દિવસમાં 3.28 રૂપિયા મોંઘુ થયુ પેટ્રોલ
ભારતમાં આજે શનિવારે (20 ફેબ્રુઆરી)એ સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે.
Petrol Diesel Price Today Hike: ભારતમાં આજે શનિવારે (20 ફેબ્રુઆરી)એ સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે. શનિવારે દિલ્લીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. ત્યારબાદ દિલ્લીમાં આજે પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. વળી, ડીઝલમાં પણ 37 પૈસાનો વધારો થયો છે ત્યારબાદ ડીઝલની કિંમત 80.97 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે. ભારતમાં છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ 3.28 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે અને ડીઝલ છેલ્લા 12 દિવસમાં 3.49 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. દિલ્લીમાં આ પહેલા પેટ્રોલ ક્યારેય પણ 90ને પાર નથી ગયુ અને ડીઝલ પણ. આ સમયે લગભગ દરેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે.

જાણો બાકી શહેરોના પેટ્રોલ-ડીઝલના ભાવ
ઈન્ડિયન ઑઈલ કૉર્પોરેશનના જણાવ્યા અનુસાર 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં પેટ્રોલ 97.00 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 88.06 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 92.59 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 85.98 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકત્તામાં પેટ્રોલ 91.78 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 84.56 રૂપિયા પ્રતિ લિટર છે. લખનઉમાં પેટ્રોલ 88.86 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 81.35 રૂપિયા પ્રતિ લિટર છે. બેંગલુરુમાં પેટ્રોલ 93.61 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 85.84 રૂપિયા પ્રતિ લિટર છે.
અમદાવાદમાં પેટ્રોલ 87.57 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.03 રૂપિયા પ્રતિ લિટર છે. ચંદીગઢમાં પેટ્રોલ 87.16 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 80.67 રૂપિયા પ્રતિ લિટર છે. ભોપાલમાં પેટ્રોલ 98.60 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 89.23 રૂપિયા પ્રતિ લિટર છે. રાંચીમાં પેટ્રોલ 88.08 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 85.60 રૂપિયા પ્રતિ લિટર છે. પટનામાં પેટ્રોલ 92.91 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.22 રૂપિયા પ્રતિ લિટર છે.












Click it and Unblock the Notifications
