ફરીથી સસ્તુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં સતત ઘટાડાને પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો યથાવત છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં સતત ઘટાડાને પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો યથાવત છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્લીમાં આજે પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો જોવા મળ્યો જ્યારે ડીઝલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. નવા ભાવ લાગુ થયા બાદ પેટ્રોલના ભાવ 70.55 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 65.09 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે.

અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 67. 96 રૂપિયા પ્રતિ લિટર થતાં 14 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 67.97 થતા 22 પૈસાનો ઘટાડો થયો છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 76.13 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલના ભાવ 68.10 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. એક તરફ કાચા તેલના ભાવોમાં ઘટાડો યથાવત રહેતા માનવામાં આવી રહ્યુ છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી શકે છે. એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વધારો આગામી 2-3 દિવસોમાં થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 2 રૂપિયા સુધીનો વધારો આવી શકે છે.
તમને જણાવી દઈએ કે ઓપેક (OPEC) સભ્યો અને 10 અન્ય તેલ ઉત્પાદક દેશોએ કાચા તેલના ઘટતા ભાવ રોકવાના હેતુથી તેલ ઉત્પાદનમાં રોજિંદો 1.2 મિલિયન બેરલ ઘટાડાનો નિર્ણય કર્યો છે. આની પાછળનું મોટુ કારણ કાચા તેલના ઘટતા ભાવ રોકવાનું માનવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ઓપેક દેશો વચ્ચે થયેલી સમજૂતી પહેલી જાન્યુઆરીથી લાગુ થશે.












Click it and Unblock the Notifications
