નવા વર્ષે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ

નવા વર્ષે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો આજનો ભાવ

અમદાવાદઃ 2019ના પહેલા જ દિવસે ઓઈલ કંપનીઓ સામાન્ય નાગરિકોને રાહતના સમાચાર આપ્યા છે. 1લી જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમમાં 17 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 66.17 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.47 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરોને પણ ઓઈલ કંપનીઓએ રાહતના સમાચાર આપ્યા છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 17 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાની રાહત મળી છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 74.30 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.56 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

માત્ર મુંબઈ અને અમદાવાદ જ નહિ બલકે દક્ષિણ ભારતના શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત જોવા મળી રહી છે. નવા વર્ષે ચેન્નઈમાં પણ પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 71.22 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.14 રૂપિયા પ્રતિ લીટરદીઠ વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

જો દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 68.65 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.66 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X