ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી
ફરી સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 22મી નવેમ્બરે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદની કિંમતોની વાત કરીએ તો આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતોમાં 40 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં પણ 32 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 73.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.17 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
માત્ર અમદાવાદ જ નહિ બલકે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ સહિતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 41 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં આજે 30 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 75.97 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 70.97 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં જેવી રીતે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે તેનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ રાહત મળી રહી છે. આજના ઘટાડા બાદ પેટ્રોલિયમની કિંમતો ઓગસ્ટ મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.

જાણો કયા શહેરમાં છે કેટલી કિંમત
નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 81.50 રૂપિયા પ્રતિ લીટર, બેંગ્લોરમાં 78.88 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં 77.93 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં 80.55 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત મુંબઈમાં 74.34 રૂપિયા પ્રતિ લીટર, બેંગ્લોરમાં 71.35 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં 74.99 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં 72.82 રૂપિયા પ્રતિ લીટર અને હૈદરાબાદમાં 77.22 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

નાગરિકોને રાહત મળી
જેવી રીતે ડૉલરની સરખામણીએ રૂપિયા મજબૂત થયો તેવી જ રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ 4 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલની કિંમત પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ હતી, જેના કારણે કેન્દ્ર સરકારે તેના પર લગાવવામાં આવતા વેરામાં કટોતી કરી હતી.












Click it and Unblock the Notifications
