Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી, જાણો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રાહત આપી, જાણો આજનો ભાવ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા સતત ઘટાડાને પગલે સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમદવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 41 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 42 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 71.35 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 71.99 રૂપિયા પ્રતિ લીટર દીઠ મળી રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 42 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 40 પૈસાની રાહત મળી છે. નવી કિંમત લાગુ થયા બાદ નવી દિલ્હીમાં પેટ્રોલ 74.07 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 68.89 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરો માટે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો રાહતના સમાચાર લઈને આવી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતોમાં 41 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલ પણ લીટર દીઠ 43 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 79.62 રૂપિયા પ્રતિ લીટરદીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 72.13 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે દક્ષિણ ભારના મહાનગર ચેન્નીઈની વાત કરીએ તો અહીં પણ ક્રૂડ ઓઈલે રાહત આપી છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 44 પૈસાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 43 પૈસાની રાહત મળી છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 76.88 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 72.77 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X