પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ ઘટાડો, જાણો 6 ડિસેમ્બરનો ભાવ
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ ઘટાડો, જાણો 6 ડિસેમ્બરનો ભાવ
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા કેટલાય દિવસથી થઈ રહેલ ભાવ ઘટાડાને પગલે નાગરિકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 39 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 45 પૈસા ઓછા થયા છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 68.70 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.89 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. આજે ગાંધીનગરમાં પણ પેટ્રોલની કિંમતમાં 39 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 45 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. અહીં નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 68.89 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 69.08 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
જો દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 40 પૈસા પ્રતિ લીટરે ઘટી છે જ્યારે ડીઝલની કિંમત 43 પૈસા પ્રતિ લીટરે ઘટી છે. નવો ભાવ લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 71.32 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 65.96 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત
દીદીના રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે કોલકાતામાં આઝે પેટ્રોલની કિંમમાં 39 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 43 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ કોલકાતામાં પેટ્રોલ 73.36 રૂપિયા પ્રતિ લીટર પર વહેંચાઈ રહ્યુ્ં છે જ્યારે ડીઝલ 67.69 પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ-ડીઝલની કિંમતે રાહત આપી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 39 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 46 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 76.90 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 69.02 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 42 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 46 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 73.99 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.63 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વહેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
