8 ડિસેમ્બરે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત
8 ડિસેમ્બરે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત
અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતને પગલે સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ઘટાડો જોવા મળ્યો જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ઘટાડો જોવા મળ્યો. નવી કિંમત લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 68.10 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.19 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ઘટાડો નોધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 25 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 70.70 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.30 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ-ડીઝલની કિંમતે રાહત આપી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 27 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 76.28 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.32 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈમાં પણ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતે રાહત આપી છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 32 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 73.33 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 68.93 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
