પેટ્રોલ થયું મોંઘું, ડીઝલની કિંમતમાં પણ વધારો
પેટ્રોલ થયું મોંઘું, ડીઝલની કિંમતમાં પણ વધારો
અમદાવાદઃ કેટલાય દિવસની રાહત બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી ભાવ વધારો શરૂ થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો જ્યારે ડીઝલ પણ 0.08 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 66.03 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 65.03 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પણ પેટ્રોલની કિંમત વધી
મુંબઈકરોની પીઠ પર પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો માર ઝીંકાયો છે. જો મુંબઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.08 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 74.16 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 65.12 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 0.08 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 68.50 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.24 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં શું છે કિંમત?
માત્ર મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં જ નહિ બલકે ચેન્નઈ સહિતના દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલમાં 22 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.08 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 71.07 રૂપિયા પ્રતિ લીટર પર જ્યારે ડીઝલ 65.70 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
