16 ઓક્ટોબરે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
16 ઓક્ટોબરે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
અમદાવાદઃ બેકાબૂ બનેલ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે ફરી વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 10 પૈસા વધી છે જ્યારે આજે અમદાવાદમાં ડીઝલની કિંમત 24 પૈસાથી વધી છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 79.78 અને ડીઝલની કિંમત 79.11 રૂપિયાની સપાટી પર પહોંચી ગઈ છે. સતત થઈ રહેલા આ ભાવ વધારાને પગલે સામાન્ય નાગરિકોની કમર તૂટી રહી છે.

માત્ર અમદાવાદ જ નહિ બલકે નવી દિલ્હી અને મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 11 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતોમાં 23 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 82.83 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 75.69 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.
બીજી બાજુ મુંબઈમાં પણ પણ પેટ્રોલની કિંમતોમાં 11 પૈસા અને ડીઝલની કિંમતોમાં 24 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 88.29 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 79.35 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. જણાવી દઈએ કે અગાઉ સોમવારે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો નહોતો થયો પરંતુ ડીઝલના ભાવમાં 9 પૈસાનો વધારો જોવા મળ્યો હતો. સોમવારે ભાવ વધારા બાદ મુંબઈમાં ડીઝલની કિંમત 75.46 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું હતું જ્યારે પેટ્રોલ 82.72 રૂપિયાની સપાટી પર હતું.
આ પણ વાંચો- માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક પૉલ એલનનું 65 વર્ષની વયે નિધન












Click it and Unblock the Notifications
