માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક પૉલ એલનનું 65 વર્ષની વયે નિધન
માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક અને જાણીતા ટેકનોલોજીસ્ટ પૉલ એલનનું સોમવારે નિધન થઈ ગયુ. તેમની ઉંમર 65 વર્ષની હતી.
માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક અને જાણીતા ટેકનોલોજીસ્ટ પૉલ એલનનું સોમવારે નિધન થઈ ગયુ. તેમની ઉંમર 65 વર્ષની હતી. તેમણે વૉલ્કમ ઈંક નામની કંપનીની પણ સ્થાપના કરી હતી. એલનના નિધન વિશે કંપની તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે કેન્સરના કારણે તેમનું નિધન થયુ છે. એલનની બહેન જૉડીએ જણાવ્યુ કે તે દરેક સ્તરે એક અનોખા વ્યક્તિ હતા.

તેમણે કહ્યુ કે લોકો એલનને એક ટેકનોલોજીસ્ટ રૂપે જાણે છે પરંતુ તે અમારા માટે એક ખૂબ પ્રેમાળ ભાઈ અને જબરદસ્ત દોસ્ત હતા. તેમની પાસે પરિવાર માટે હંમેશા સમય રહેતો હતો. વૉલ્કનના સીઈઓ બિલ હિફે કહ્યુ કે અમારામાંથી જેમણે પણ એલન સાથે કામ કર્યુ છે તેમને ખૂબ જ દુખ પહોંચ્યુ છે. એલનમાં દુનિયાની મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાને ઉકેલવાનું ઝનુન હતુ.
આ મહિનાની શરૂઆતમાં જ એલને આ વાતની જાણકારી આપી હતી કે તે નોન હોઝકિન્હ લિમ્ફોમા ઈલાજ કરાવી રહ્યા છે. એલનના આ જ પ્રકારનું કેન્સર નવ વર્ષ પહેલા થયુ હતુ જો કે તે સમયે તેમની તબિયત સારી થઈ ગઈ હતી. એલનના નિધન પર માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ કહ્યુ કે એલને ટેકનિકલ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યુ છે. મે એલન પાસેથી ઘણુ શીખ્યુ છે.












Click it and Unblock the Notifications
