ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો સિલસિલો ફરૂ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં 25મી ફેબ્રુઆરીએ પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 26 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 69 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડઝલ 69.82 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

માત્ર અમદાવાદ જ નહિ બલકે દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. મુંબઈમાં 21 પૈસાના ભાવ વધારા સાથે પેટ્રોલ આજે 77.20 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 26 પૈસાના ભાવ વધારા સાથે 69.97 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.
દેશની રાજધની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 25 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 71.57 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.80 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.
આ પણ વાંચો- 'જો પીએમ મોદી સત્તામાં પાછા ન આવ્યા તો દેશ 50 વર્ષ પાછળ જતો રહેશે'












Click it and Unblock the Notifications
