For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘જો પીએમ મોદી સત્તામાં પાછા ન આવ્યા તો દેશ 50 વર્ષ પાછળ જતો રહેશે'

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે જો એક વાર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં ન આવ્યા તો ભારત 50 વર્ષ પાછળ જતો રહેશે. બેંગલુરુમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે જો ભાજપને સત્તામાંથી બહાર કર્યુ અને મજબૂત બહુમતની સરકારને હાર મળી તો આપણને 50 વર્ષનો ઝટકો લાગશે. જો ભારતીય જનતા પાર્ટીને ફરીથી સત્તામાં નહિ લાવવામાં આવે તો આ દેશમાં પહેલી વાર મતદાન કરનારા મતદાતાઓના વિરોધમાં હશે.

Nirmala Sitharaman

સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે પહેલા વાર મતદાન કરનારા યુવાનો સાથે આ અન્યાય હશે. જો આપણામાંથી જે લોકો 20મી સદીમાં પેદા થયા છે તેમણે મોદી સરકારને ફરીથી સત્તામાં ન પહોંચાડ્યા તો આ યુવાનો સાથે અન્યાય હશે. તેમણે પૂછ્યુ કે શું આપણે દેશના યુવાન મતદાદારોની વિરોધમાં જઈશુ, એ તાકાતો ફરીથી સત્તામાં લાવીશુ જેમણે આ દેશને કોઈ ખુશી નથી આપી, શું આપણે સાફ-સુથરી રાજનીતિ અને દેશના હિતોને સર્વોપરી ન રાખવા જોઈએ. નિર્માલા સીતારમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યુ કે કોઈ પણ દેશના ઈતિહામાં હંમેશા એવુ નથી હોતુ કે આ પ્રકારના નેતા મળે જેવા તમને મળ્યા છે.

તમને જણાવી દઈએ કે આગામી થોડા દિવસોમાં આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે રેડિયો પર દર મહિનાના છેલ્લા રવિવારે સંબોધિત થતી મનની વાતના કાર્યક્રમમાં કહ્યુ કે તે હવે મે મહિનામાં મનની વાત કરશે. એવામાં સ્પષ્ટ છે કે મે મહિનાના છેલ્લા રવિવાર સુધી નવી સરકારની રચના થશે. એવામાં પ્રધાનમંત્રી મોદીના નિવેદનથી સ્પષ્ટછે કે તેમને પૂરો ભરોસો છે કે તે એક વાર ફરીથી સત્તામાં કમબેક કરશે. પીએમ મોદીએ કહ્યુ કે તે મે મહિનામાં મનની વાત કરશે અને વર્ષો સુધી કરતા રહેશે.

આ પણ વાંચોઃ જાણો દેશના પહેલા વૉર મેમોરિયલ વિશે જેનુ ઉદઘાટન આજે કરશે પીએમ મોદીઆ પણ વાંચોઃ જાણો દેશના પહેલા વૉર મેમોરિયલ વિશે જેનુ ઉદઘાટન આજે કરશે પીએમ મોદી

English summary
Nirmala Sitharaman says if BJP voted out country will face setback of 50 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X