સતત છઠ્ઠા દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધી

સતત છઠ્ઠા દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધી

દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધાો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 65 ડોલર પ્રતિ બેરલની આસપાસ બની રહેવાની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે મંગળવારે આઈઓસીએલે પેટ્રોલની કિંમતમાં 9થી 15 પૈસા અને ડીઝલની કિંમતમાં 12થી 16 પૈસા સુધીનો વધારો કર્યો છે.

petrol

જો અમદવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.08 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 13 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે 69.08 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 0.13 પૈસા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 9 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે અને ડીઝલ પણ 15 પૈસા મોંઘું થયું છે. નવા ભાવ વધારા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 71.66 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 73.67 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ 26મી ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 9 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં પણ 9 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 77.29 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 74.41 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

આ પણ વાંચો- અમદાવાદ સહિત આ 5 એરપોર્ટનું ખાનગીકરણ કરાયું, અદાણીને મળ્યો 50 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X