ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો

ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આઈઓસીએલથી મળેલી જાણકારી મુજબ દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં 8 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો છે. જો કે નિષ્ણાંતો મુજબ ક્રૂડ ઓઈલમાં વધારાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

petrol

જ્યારે મુંબઈમાં ડીઝલની કિંમત 1 રૂપિયા 8 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે હાલ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળવાની સંભાવના નથી દેખાઈ રહી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ 71.73, 73.82, 77.36, 74.48 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત વધીને ક્રમશઃ 67, 68.79, 70.18 અને 70.80 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆર સ્થિત નોએડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગુરુગ્રામમાં પેટ્રોલની કિંમત ક્રમશઃ 71.26, 71.13, 72.23 અને 72 રૂપિયા પ્રતિ લીટર રહી.

આ પણ વાંચો- ભારતની પાકિસ્તાન પાસે માંગ, પાયલટની કોઈ નુકશાન વિના સુરક્ષિત મુક્તિ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X