Petrol Diesel Price : આમ જનતાની કમર તૂટશે, પેટ્રોલ-ડીઝલ ભાવમાં તોતિંગ વધારો
આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 26 થી 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 34 થી 37 પૈસા પ્રતિ લીટર વધી છે. ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે.
Fuel Rates : બુધવારના રોજ પણ સામાન્ય માણસને આંચકો લાગ્યો છે, આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 26 થી 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 34 થી 37 પૈસા પ્રતિ લીટર વધી છે. ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલના ભાવમાં દસ વાર વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં સાત વાર વધારો થયો છે.


આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી : 102.94 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 108.96 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 103.65 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નાઈ : 100.49 રૂપિયા પ્રતિ લિટર
- હૈદરાબાદ : 106.77 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 106.70 રૂપિયા પ્રતિ લિટર
- ગુવાહાટી : 98.58 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 103.79 રૂપિયા પ્રતિ લીટર
- ગાંધીનગર : 99.59 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 99.54 રૂપિયા પ્રતિ લીટર
- ભોપાલ : 110.95 રૂપિયા પ્રતિ લીટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી : 91.42 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 99.17 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 94.53 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નાઈ : 95.93 રૂપિયા પ્રતિ લિટર
- હૈદરાબાદ : 99.93 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર : 98.73 રૂપિયા પ્રતિ લિટર
- ગુવાહાટી : 90.61 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 97.99 રૂપિયા પ્રતિ લીટર
- ગાંધીનગર : 98.27 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 91.33 રૂપિયા પ્રતિ લીટર
- ભોપાલ : 99.88 રૂપિયા પ્રતિ લીટર

તેલના ભાવ ઉચ્ચતમ સ્તરે
ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ અને રૂપિયા-ડોલરના વિનિમય દરનેધ્યાનમાં રાખીને દૈનિક ધોરણે ઈંધણના દરમાં સુધારો કરે છે.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ, નેચરલ ગેસ અને કોલસાની માંગ વચ્ચે બુધવારના રોજયુએસ ઓઈલના ભાવ વર્ષ 2014 બાદના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે, જેના કારણે સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

મોંઘુ થયું તેલ
યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઇ) તેલ હવે વધીને 79.18 ડોલર પ્રતિ બેરલ થયું છે, જે 10 નવેમ્બર, 2014 બાદ સૌથી વધુ છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડઅગાઉના સત્રમાં ત્રણ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ 0.15 ટકા અથવા 12 સેન્ટ વધીને 82.68 ડોલર પ્રતિ બેરલ થયું છે.












Click it and Unblock the Notifications
