Petrol-Diesel Price: દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે પેટ્રોલ-ડીઝલ
Petrol Diesel Rate on 11th February 2021: દેશમાં ગુરુવાર એટલે કે 11 ફેબ્રુઆરી 2021ના રોજ સતત ત્રીજા દિવસે ફ્યૂલના રિટેલ ભાવમાં વધારો થયો છે. દરેક વધારા સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ એક નવી ઉંચાઈ પર પહોંચી રહ્યા છે. ઑઈલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે તમામ મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22-55 અને 28-31 પૈસાનો ક્રમશઃ વધારો કર્યો છે. બુધવારે પણ પેટ્રોલના ભાવમાં 26-30 પૈસા અને ડીઝલના ભાવમાં 24-29 પૈસાનો વધારો થયો હતો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ મુજબ ગુરુવારે રિવીઝન બાદ દિલ્હીમાં પેટ્રોલ 25 પૈસા મોંઘું થઈ 87.85 રૂપિયા પ્રતિ લીટરના હિસાબે વહેંચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલની કિંમત 78.03 રૂપિયા પ્રતિ લીટર ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે દિલ્હીમાં પેટ્રોલ પોતાના ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. જ્યારે 2021માં એટલે કે દોઢ મહિનામાં જ અહીં પેટ્રોલ 3.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 3.91 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે.
જો બીજા શહેરોની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ 94.36 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે, અહીં પેટ્રોલ 24 પૈસા મોંઘું થયું છે. જ્યારે ડીઝલની કિંમત 31 પૈસાના ભાવ વધારા સાથે 84.94 રૂપિા પ્રતિ લીટર ચાલી રહી છે. કોલકાતામાં પેટ્રોલ 24 પૈસા મોંઘું થઈ 89.16 રૂપિયા પ્રતિ લીટર ચાલી રહ્યું છે, જ્યારે ડીઝલ 30 પૈસા મોંઘું થઈ 81.61 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. ચેન્ઈમાં પેટ્રોલ 90.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 83.18 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
બુધવારે રાજ્યસભામાં પેટ્રોલ-ડીઝલનો મુદ્દો ઉઠ્યો હતો. જેના પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે પાછલા 300 દિવસમાં 60 દિવસ એવા છે, જ્યારે કિંમત વધારવામાં આવી હતી, પેટ્રોલની કિંમત 7 દિવસ ઘટાડવામાં આવી, જ્યારે ડીઝલના ભાવ 21 દિવસ ઘટાડવામાં આવ્યા. લગભગ 250 દિવસ એવા છે જ્યારે કિંમતમાં કોઈ બદલાવ નથી થયો. પેટ્રોલ-ડીઝલના ભાવ ઑલ-ટાઈમ હાઈ છેનું કેમ્પેન કરવું અયોગ્ય છે.