આજે પણ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ ઘટાડો

આજે પણ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ ઘટાડો

અમદાવાદઃ છેલ્લા કેટલાય દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે, જેને પગલે સામાન્ય નાગરિકોને થોડી રાહત મળી છે. આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સદંતર ઘટાડો જોવા મળ્યો છે. ‍13મી નવેમ્બરે અમદાવાદમાં પેટ્રોલની કિંમતોમાં 12 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતોમાં 13 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 74.59 રૂપિયા અને ડીઝલ 75.45 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં કિંમત

દિલ્હીમાં કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોએ થોડી રાહત આપી છે. આ દિલ્હીમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતોમાં 13 પૈસાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ડીઝલની કિંમતમાં 12 પૈસાનો ઘટાડો નોંધાયો. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 77.43 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 72.19 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

મુંબઈમાં કિંમત

મુંબઈમાં કિંમત

જો મુંબઈની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લીટર 13 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ડીઝલની કિંમતોમાં 12 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમતો 82.94 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમતો 77.56 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અગાઉ સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 17 પૈસાથી અને ડીઝલની કિંમતો 15 પૈસાથી ઘટી હતી.

ભાવ વધારાનો થયો હતો વિરોધ

ભાવ વધારાનો થયો હતો વિરોધ

ઓક્ટોબર મહિનામાં જેવી રીતે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો, તેનો માત્ર સામાન્ય નાગરિકોએ જ નહિ બલકે વિપક્ષે પણ ભારે વિરોધ કર્યો હતો. સતત વધી રહેલ કિંમતોને પગલે વિપક્ષે ભારત બંધનું એલાન કર્યું હતું અને સરકારને ઘેરવા માટે પ્રદર્શનો કર્યાં હતાં. આ પ્રદર્શનોના થોડા દિવસો બાદથી જ દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થવો શરૂ થઈ ગયો હતો. જાણકારી મુજબ આગામી થોડા દિવસો સુધી હજુ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો યથાવત રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X