સતત 12મા દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

સતત 12મા દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 76.81 રૂપિયા અને ડીઝલ 77.18 રૂપિયા પ્રતિ લીટરદીઠ વેચાઈ રહ્યું છે. પેટ્રોલ ડીઝલમાં થયેલ આ ભાવ ઘટાડાથી સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં 30 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 79.75 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 73.85 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વહેંચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે પાછલા 12 દિવસથી પેટ્રોલ અે ડીઝલની કિંમતાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના થકી સામાન્ય નાગરિકોનો રાહત મળી છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અહીં પેટ્રોલના ભાવમાં 30 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલના ભાવ 85.24 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલની કિંમત 77.40 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

સતત 12મા દિવસે સસ્તું થયું પેટ્રોલ

સતત 12મા દિવસે સસ્તું થયું પેટ્રોલ

અગાઉ રવિવારે પણ પેટ્રોલ કિંમતોમાં 40 પૈસાની રાહત મળી હતી અને ડીઝલની કિંમતમાં 33 પૈસાની રાહત મળી હતી. જે બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમ 80.05 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 74.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લીટરથી ઘટ્યું હતું, જ્યારે ડીઝલની કિંમતમાં 35 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. જે બાદ મુંબઈમાં પેટ્રોલ 85.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.61 રૂપિયા પ્રતિ લીટરે થઈ ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X