સતત 14મા દિવસે મોંઘાં થયાં પેટ્રોલ અને ડીઝલ, જાણો આજની કિંમત
સતત 14મા દિવસે મોંઘાં થયાં પેટ્રોલ અને ડીઝલ, જાણો આજની કિંમત
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 14મા દિવસે ભાવ વધારાનો સિલસિલો ચાલુ છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. પેટ્રોલના ભાવમાં જ્યાં 13 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે તો ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લટીરે ભાવ વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 71.27 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.90 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી રહી છે.

જ્યારે મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલના ભાવમાં 14 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 2 પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 76.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 69.01 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જણાવી દઈએ કે અગાઉ મંગળવારે પણ પેટ્રોલના ભાવમાં 13 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો.
જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ બ્રેન્ટ ક્રૂડના ભાવ હજુ પણ 62 ડોલર પ્રતિ બેરલથી વધુ છે અને ડબલ્યૂટીઆઈ પણ 53 ડોલર પ્રતિ બેરલ છે. આ કારણે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ચીનની મંદીના રિપોર્ટ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ ઘટવાની આશંકા છે, જે હિસાબે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ રાહત નહિ મળે.
આ પણ વાંચો- પરપ્રાંતિયો પરની હિંસા મામલે મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર વિરુદ્ધ FIR નોંધાશે












Click it and Unblock the Notifications
