Petrol-Diesel Rate Today: એક દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

Petrol-Diesel Rate Today: એક દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર લગામ લગાવવી મુશ્કેલ છે. સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ નાગરિકોના ખિસ્સા પરનું ભારણ વધારી રહ્યા છે. એક દિવસની રાહત બાદ આજે શુક્રવાર 18 જૂન 2021ના રોજ ઓઈલ કંપનીઓે ફરીથી ઈંધણના ભાવ વધારી દીધા છે. આજે પેટ્રોલના ભાવમાં 28થી 30 પૈસા પ્રતિ લીટર ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલના ભાવમાં 26થી 27 પૈસા પ્રતિ લીટરે વધારો નોંધાયો છે. દેશના કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલની કિંમત 100ને પાર કરી ચૂકી છે જ્યારે કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં પેટ્રોલ 107 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. આજના ભાવ વધારા બાદ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત 103 રૂપિયાના લેવલને પાર કરી ચૂક્યું છે.

27 વખત ભાવ વધારો થયો

27 વખત ભાવ વધારો થયો

4 મે બાદ દેશમાં 27 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. આ વધારાને પગલે દેશમાં પેટ્રોલ 4 મે બાદ અત્યાર સુધી 6.61 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ચૂક્યું છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ 6.91 રૂપિયાનો વધારો નોંધાઈ ચૂક્યો છે.

શું છે આજના ભાવ

શું છે આજના ભાવ

  • આજના ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.93 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ 87.69 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
  • મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 103.08 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ચૂક્યું છે.
  • ચેન્નીમાં પેટ્રોલ 98.15 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 92.31 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ મળી રહ્યું છે.
  • જ્યારે કોલકાતામાં પેટ્રોલ 96.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.54 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
  • પટનામાં પેટ્રોલ 99 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.01 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
  • લખનઉમાં પેટ્રોલ 94.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.10 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.
  • ભોપાલમાં પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.35 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ આવી રીતે ચકાશો

તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ આવી રીતે ચકાશો

એસએમએસ દ્વારા દરરોજ તમારા મોબાઈલ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આના માટે ઈન્ડિયન ઓઈલ એસએમએસ સેવા અંતર્ગત મોબાઈલ નંબર 9224992249 મેસેજ મોકલવાનો રહેશે. RSP<�સ્પેસ> પેટ્રોલ પંપ ડીલર કોડ લખીને મેસેજ મોકલવાનો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X