For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: આજે ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 108 રૂપિયા પ્રતિ લિટર, જાણો લેટેસ્ટ રેટ

બે દિવસના અંતરે આજે એટલે કે શનિવારે એક વાર ફરીથી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત નવી ઉંચાઈ સર કરી રહ્યા છે. કોરોના કાળમાં ઈંધણના ભાવોએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. બે દિવસના અંતરે આજે એટલે કે શનિવારે એક વાર ફરીથી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઓપેક દેશો વચ્ચે તેલ ઉત્પાદન માટે કોઈ સામાન્ય સંમતિ ન થવાના કારણે છેલ્લા અમુક દિવસોમાં ઈંધણના ભાવોમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યો છે જેના કારણે ભારતમાં પણ ઈંધણના ભાવ આકાશને આંબી રહ્યા છે. આજે જ્યાં પેટ્રોલની કિંમતોમાં 26-34 પૈસાનો વધારો જોવા મળ્યો ત્યાં ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડીઝલમાં છેલ્લે 15 જુલાઈએ ફેરફાર કરવામાં આવ્યો હતો.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.84 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 102.49 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.08 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.25 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.40 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.73 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.71 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.45 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.02 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.09 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.26 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.51 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

English summary
Petrol price hiked and diesel remain unchanged on 17th July, check today latest fuel rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X