Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Petrol Price Delhi: બે દિવસ બાદ આજે ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, દિલ્લીમાં 90.83 રૂપિયા, જાણો તમારા શહેરના

ઘરેલુ બજારમાં મંગળવાર(23 ફેબ્રુઆરી)થી ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે.

Petrol Price In Delhi: ઘરેલુ બજારમાં મંગળવાર(23 ફેબ્રુઆરી)થી ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધારો થયો નહોતો પરંતુ તેના 12 દિવસ પહેલાથી સતત પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભારે વધારો થયો હતો. આજે મંગળવારે દિલ્લીમાં પેટ્રોલમાં 25 પૈસા પ્રતિ લિટર વધીને 90.83 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. વળી, ડીઝલ 35 પૈસા વધીને 81.32 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલ 97.34 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે અને ડીઝલ 88.44 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. ભોપાલમાં એક્સપી પેટ્રોલ 101.87 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે.

petrol

જાણો 2021ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેટલા વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

દેશના દરેક શહેરમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. આ મહિને પેટ્રોલના ભાવ 13 દિવસ વધ્યા છે. ત્યારબાદ પેટ્રોલ 3.63 રૂપિયા મોંઘુ થયુ. પેટ્રોલ સાથે સાથે ડીઝલમાં પણ ઘણો ઉછાળો જોવા મળ્યો. આ મહિના ડીઝલના ભાવ 13 દિવસમાં 3.84 રૂપિયા મોંઘુ થયુ. 2021ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો અત્યાર સુધી પેટ્રોલ 7.12 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. વળી, 2021ના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ડીઝલ પણ 7.45 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયુ છે.

જાણો બાકીના શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશન અનુસાર 23 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં પેટ્રોલ 92.90 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.31 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. કોલકત્તામાં પેટ્રોલ 91.12 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 84.20 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે. લખનઉમાં પેટ્રોલ 89.13 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે અને ડીઝલ 81.70 રૂપિયા પ્રતિ લિટર છે. બેંગલુરુમાં પેટ્રોલ 93.98 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.21 રૂપિયા પ્રતિ લિટર છે. ચંદીગઢમાં પેટ્રોલ 87.50 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે અને ડીઝલ 81.02 રૂપિયા પ્રતિ લિટર છે. ભોપાલમાં પેટ્રોલ 98.96 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ છે અને ડીઝલ 89.60 રૂપિયા પ્રતિ લિટર છે. રાંચીમાં પેટ્રોલ 88.35 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 85.97 રૂપિયા પ્રતિ લિટર છે. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલ 93.25 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 86.57 રૂપિયા પ્રતિ લિટર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X