સોમવારે પણ પેટ્રોલ મોંઘું થયું, ડીઝલની કિંમત ઘટી

સોમવારે પણ પેટ્રોલ મોંઘું થયું, ડીઝલની કિંમત ઘટી

દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રોજબરોજ બદલાવ જોવા મળે છે. આજે પણ પેટ્રોલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. જો કે ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહત જોવા મળી છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 7 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલ 15 પૈસા સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 72.78 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 66.91 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

petrol

સરકારી ઓઈલ કંપનીઓ સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતો નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દરરોજ 6 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સંશોધન કરે છે અને રજૂ કરે છે. વિદેશી મુદ્રા કરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધાર પર દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ જોવા મળે છે. આ આધાર પર જ પેટ્રોલ અને ડીઝલના દરરોજ ભાવ નક્કી કરવામાં આવે છે.

જો પેટ્રોલ પર લાગતા ટેક્સ વિશે વાત કરીએ તો છૂટક વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે તમે જેટલી રકમની ચૂકવણી કરો છો, તેમાંથી તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવો છે. આ ઉપરાંત તમે જે કિંમત ચૂકવો છો તેમાં પેટ્રોલ પંપના માલિકો અને ડીલર પણ પોતાનું માર્જિન જોડીને જ પેટ્રોલ કે ડીઝલ વેંચે છે. પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં આ કોસ્ટ પણ જોડાય છે.

આ પણ વાંચો- પાર્રિકર બાદ કોણ? ભાજપ નક્કી ન કરી શક્યું નામ, ગડકરીએ કરી બેઠક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X