For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્રિકર બાદ કોણ? ભાજપ નક્કી ન કરી શક્યું નામ, ગડકરીએ કરી બેઠક

પાર્રિકર બાદ કોણ? ભાજપ નક્કી ન કરી શકતાં ગડકરીએ કરી બેઠક

|
Google Oneindia Gujarati News

પણજીઃ ગોવાના 63 વર્ષીય મુખ્યમંત્રી મનોહર પાર્રિકરનું રવિવારે નિધન થયું, લાંબા સમયથી તેઓ પૈન્ક્રિયાટિક કેન્સરથી પિડાતા હતા. પાર્રિકરના નિધન બાદ કોંગ્રેસ અને ભાજપ બંને બળ બેઠક કરી અત્યારના હાલાત પર મંથન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના નિધાન બાદ ફરીથી ગોવાની ભાજપ સરકાર પર સંકટ મંડરાવા લાગ્યું છે. ભાજપ સામે હવે પાર્રિકરની જગ્યાએ નવા નેતાની તલાશનો પડકાર ઉભો થયો છે, કેમ કે કોંગ્રેસ પહેલા જ રાજ્યપાલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી ચૂકી છે. જેને જોતા રવિવારે રાત્રે જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગોવા પહોંચી ગયા અને પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે.

parrikar

જ્યારે રવિવારે રાતે નિતિન ગડકરી સાથે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના નેતા સુદિન ધવલીકરે પણ બેઠક કરી રહ્યા છે. જ્યારે રવિવારે રાત્રે નિતિન ગડકરી સાથે મહારાષ્ટ્રવાતી ગોમંતક પાર્ટીના નેતા સુદિન ધવલીકરે પણ બેઠક કરી. ધવલીકરે કહ્યું કે તેઓ પોતાની પાર્ટી સાથે બેઠક કર્યા બાદ જણાવશે કે મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ બનશે. ગોવાના મુખ્યમંત્રી પર્રિકરનું રવિવારે 63 વર્ષની ઉંમરે નિધન થયું, તેઓ લાંબા સમયથી પૈન્ક્રિયાટિક કેન્સરથી પીડાતા હતા. જણાવી દઈએ કે તેઓ ગોવાની ગઠબંધનવાળી સરકારમાં મુખ્યમંત્રી હતા જેમાં ભાજપ, ગોવા ફોર્વર્ડ પાર્ટી, એમજીપી અને અપક્ષ ધારાસભ્યો સામેલ છે. પાર્રિકરના નિધન બાદ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો મળીને હાલના હાલાત પર મંથન કરી રહ્યા છે.

રાજ્યપાલ પાસે દાવો

પણજી વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરનાર પાર્રિકરના નિધન બાદ આ સીટ પર ઉપચૂંટણી કરાવવાની જરૂર પડશે. આ ગોવામાં ચોથી ઉપચૂંટણી હશે. જ્યાં 23 એપ્રિલે શિરોડા, માંડરેમ અને માપુસા વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી થનાર છે. આ સીટ માટે પેટાચૂંટણી રાજ્યમાં થનાર લોકસભા ચૂંટણીની સાથે જ થશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મુખ્યમંત્રી પર્રિકરના નિધન બાદ સત્તારુઢ ગઠબંધને પોતાના નેતા પસંદ કર્યા બાદ રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કરવાો રહેશે, જેમાં સમર્થનનો પત્ર પણ સામેલ હશે. તેમણે કહ્યું કે જો રાજ્યપાલ મૃદુલા સિન્હા આશ્વસ્ત નથી થતા તો તેમણે સરકાર બનાવવા માટે એકલી સૌથી મોટી પાર્ટીને આમંત્રિત કરવાની રહેશે. પૂર્વ રક્ષામંત્રી પર્રિકરને 2017માં પણજીથી જીત્યા બાદ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. પર્રિકરને વિધાનસભા પહોંચાડવા માટે પણજીથી ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકોલિંકરે 10 મે 2017ના રોજ રાજીનામું આપી દીધા બાદ પેટાચૂંટણી થશે.

ગોવાનું રાજનૈતિક ગણિત

14 ધારાસભ્યો સાથે કોંગ્રેસ હાલ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે, જ્યારે 40 સભ્યોની ગોવા વિધાનસભામાંથી ભાજપના 13 ધારાસભ્યો છે. ગોવા ફોર્વર્ડ પાર્ટી, એમજીપી અને અપક્ષના 3-3 ધારાસભ્યો છે જ્યારે એનસીપીના એક ધારાસભ્ય છે. આ વર્ષે શરૂઆતમાં ભાજપના ધારાસભ્ય ફ્રાંસિસ ડિસૂજા અને રવિવારે ર્રિકરના નિધન તથા પાછલા વર્ષે કોંગ્રેસના બે ધારાસભ્ય સુભાષ શિરોડકર અને જયાનંદ સોપટેના રાજીનામાના કારણે સદનનું સંખ્યાબળ 36 થઈ ગયું છે. પર્રિકરના નિધનના અહેવાલ આવ્યા બાદ ગઠબંધન સહયોગી દળોએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. વિજય સરદેસાઈના નેતૃત્વવાળી ગોવા ફોર્વર્ડ પાર્ટીના ત્રણ ધારાસભ્ય અને એમજીપીના ત્રણ ધારાસભ્ય અલગ-અલગ બેઠક કરી રહ્યા છે.

આ પણ વાંચો- કેન્સર સામે હારી ગયા પર્રિકર, આ બિમારીએ પત્નીનો જીવ લીધો હતો

English summary
who can be cm of goa after manohar parrikar, gadkari arranged meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X