For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સર સામે હારી ગયા પર્રિકર, આ બિમારીએ પત્નીનો જીવ લીધો હતો

દેશના રક્ષા મંત્રી અને 4 વખત ગોવા સીએમ રહી ચૂકેલા મનોહર પાર્રિકરનું રવિવારે નિધન થઇ ગયું છે.

|
Google Oneindia Gujarati News

દેશના રક્ષા મંત્રી અને 4 વખત ગોવા સીએમ રહી ચૂકેલા મનોહર પાર્રિકરનું રવિવારે નિધન થઇ ગયું છે. કેન્સર સામે ઝઝૂમી રહેલા મનોહર પર્રિકરે 63 વર્ષની ઉંમરે ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા. આપને જણાવી દઈએ કે મનોહર પર્રિકર જે રીતે કેન્સર સામે જંગ હારી ગયા, તેવી જ રીતે તેમની પત્નીનું નિધન પણ કેન્સરને કારણે જ થયું હતું. મનોહર પર્રિકર છેલ્લા લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન પણ તેમને મુખ્યમંત્રી તરીકે પોતાની બધી જ જવાબદારીઓ નિભાવી હતી. તેઓ નાકમાં નડી લગાવીને પણ કામ કરતા રહ્યા.

Manohar Parrikar

મનોહર પાર્રિકરના નિધન પછી તેમના પરિવારમાં બે દીકરા રહ્યા છે. તેમની પત્નીનું નિધન પહેલા જ થઇ ગયું છે. મનોહર પર્રિકરે વર્ષ 1981 દરમિયાન મેઘા પર્રિકર સાથે લગ્ન કર્યા હતા. તેમના બે દીકરાઓ ઉત્પલ અને અભિજાત છે. તેમની પત્ની મેઘાની મૌત વર્ષ 2001 દરમિયાન કેન્સરની બીમારીને કારણે થઇ હતી.

તેમના પરિવારમાં બે દીકરાઓ છે. તેમના મોટા દીકરા ઉત્પલ યુએસ મિશિગન સ્ટેટ યુનિવર્સીટીથી ઇલેક્ટ્રિક એન્જીનીયરીંગમાં ગેજ્યુએટ છે. તેમને ઉમા સરદેસાઈ સાથે લવ મેરેજ કર્યા છે. જયારે નાનો દીકરો અભિજાત બિઝનેસમેન છે. વર્ષ 2013 દરમિયાન તેના પણ લગ્ન થઇ ચુક્યા છે. પરિવારમાં હવે બે દીકરાઓ અને વહુઓ છે.

આ પણ વાંચો: ગોવા સીએમ મનોહર પાર્રિકરનું નિધન

મનોહર પર્રિકર લાંભા સમયથી બિમાર હતા અને તેમની હાલત ખુબ જ નાજુક હતી. લાંબા સમયથી તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરી દરમિયાન તેમને પોતાની બીમારી વિશે જાણ થઇ. ત્યારપછી ગોવા, દિલ્હી, મુંબઈ અને ન્યુયોર્કની હોસ્પિટલોમાં તેમનો ઉપચાર ચાલ્યો. બધા જ ઉપચારો છતાં તેઓ 17 માર્ચે કેન્સર સામે જંગ હારી ગયા.

English summary
Manohar Parrikar's Wife died due to Cancer same as CM Parrikar, Read Who are in his family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X