For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે સત્તા માટે પરિકરની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈઃ શિવસેના

ભારતીય જનતા પાર્ટીની સહયોગી શિવસેનાએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના મોત બાદ ભાજપની સરકાર બનાવવા માટે કરવામાં આવેલી કોશિશોને શરમજનક ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીની સહયોગી શિવસેનાએ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના મોત બાદ ભાજપની સરકાર બનાવવા માટે કરવામાં આવેલી કોશિશોને શરમજનક ગણાવી છે. શિવસેનાએ આને લોકતંત્રની દૂર્દશા ગણાવીને કહ્યુ છે કે ભાજપે દિવંગત મુખ્યમંત્રી મનોહર પરિકરના પાર્થિવ દેહની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈ અને સત્તાનો ખેલ શરૂ કરી દીધો.

uddhav thackrey

શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં બુધવારે લખ્યુ કે ભાજપે કમસે કમ પરિકરની ચિતા ઠંડી થવાની તો રાહ જોવી જોઈતી હતી. શપથ ગ્રહણ સમારંભ માટે કમસે કમ મંગળવાર સવાર સુધીની રાહ જોઈ લીધી હોત. ચિતા સળગી રહી હતી અને 'સત્તાના લાલચી' એકબીજાની ગરદન પકડી રહ્યા હતા. કમસે કમ ચાર કલાક રાહ જોવામાં કોઈ સમસ્યા નહોતી હોવી જોઈતી.

તમને જણાવી દઈએ કે પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પહેલા ભાજપ અને તેમના સહયોગી દળો વચ્ચે ઘણી બેઠકો થઈ. સમર્થન આપનાર બે નાના સહયોગી પક્ષોમાંથી એક-એક ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ બંનેએ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે શપથ ગ્રહણ કર્યા. ઉપ મુખ્યમંત્રી બનાવાયેલ ધારાસભ્ય જીએફપી પ્રમુખ વિજય સરદેસાઈ તથા એમજીપી ધારાસભ્ય સુદિન ધાવલિકર છે.

આ પણ વાંચોઃ કેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, 'હદ કરી દીધી તમે'આ પણ વાંચોઃ કેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, 'હદ કરી દીધી તમે'

English summary
Shiv Sena attacks BJP for govt formation in goa after Manohar Parrikar death
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X