For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Goa election result 2022 : જાણો અત્યાર સુધીના વલણોમાં કઈ પાર્ટીનો કેટલો વોટ શેર?

ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. 40 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. વલણો અનુસાર ભારતીય જનતા પાર્ટી ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગોવા : ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. 40 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. વલણો અનુસાર ભારતીય જનતા પાર્ટી ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. આવી સ્થિતિમાં અન્ય રાજકીય પક્ષોની સરખામણીમાં ભાજપને સૌથી વધુ વોટ ટકાવારી મળી છે. એક સીટ જીતીને 18 સીટો પર આગળ ચાલીને બીજેપી નંબર વન પર ચાલી રહી છે.

Goa election result

વોટિંગ ટકાવારીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી પાસે 6.80 ટકા વોટ શેર છે. જ્યારે AITC {5.22%}, BJP {33.41%}, GFP {1.85%}, INC {23.07%}, MAG {7.86%}, NCP {1.08%}, NOTA {1.12%}, SHS {0.18%} અને અન્ય 19.41 ટકા વોટ શેર ધરાવે છે. જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ ગોવામાં 40 વિધાનસભા સીટો માટે મતદાન થયું હતું. આ દરમિયાન ગોવાના લોકોએ બમ્પર વોટિંગ કર્યું હતું. ગોવામાં 40 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં 78.94 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ, પંજાબમાં આપ, ઉત્તરાખંડ-મણીપુરમાં ભાજપ આગળ ચાલી રહી છે. ધીરે ધીરે પરિણામો સાફ થઈ રહ્યાં છે.

English summary
Goa election result 2022: Find out which party's vote share in trends so far?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X