For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવા સીએમ મનોહર પરિકરના નિધન બાદ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રી માટે જોડતોડ શરૂ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રી માટે જોડતોડ શરૂ થઈ ગયુ છે. એક તરફ જ્યાં ભાજપ અન્ય સહયોગીઓને મનાવવામાં લાગી છે તો બીજી તરફ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી દીધો છે. ગોવા કોંગ્રેસ નેતા ગિરીશ ચંદાકર અને ચંદ્રકાંત કાવલેકરે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર લખઈને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કહ્યુ કે દિલ્લીનો મારો કાર્યક્રમ 2-3 દિવસ પહેલા જ ફાઈનલ થઈ ગયો હતો, એવામાં કોઈને મળવાનો સવાલ જ નથી ઉઠતો. મને ભાજપ તરફથી કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ નથી મળ્યો. આ રીતની જે ખબર ફેલાવવામાં આવી રહી છે તે નિરાધાર છે. હું નેતૃત્વ કે મુખ્યમંત્રીના પદની પરવા નથી કરતો.

goa

નિતિન ગડકરીની ધારાસભ્યો સાથે બેઠક

કોંગ્રેસ નેતાએ રાજ્યપાલને જે પત્ર લખ્યો છે તેમાં કહ્યુ છે કે પરિકર સરકારના ગઠબંધનના સહયોગીઓએ એ શરત પર જ સરકારની રચના કરી હતી કે જો પરિકર મુખ્યમંત્રી બનશે તો તેમને સમર્થન આપવામાં આવશે નહિ કે ભાજપને માટે રાજ્યમાં હવે કોઈ ગઠબંધન નથી. આ પહેલા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ગોવાના પણજીમાં પહોંચીને ધારાસભ્ય દળ સાથે બેઠક કરી.

તમામ ધારાસભ્યો સાથે બેઠક

ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ વિજય સરદેસાઈ પોતાની પાર્ટીના ધારાસભ્ય વિનોદ પાલયેકર અને જયેશ સલગાવકર તેમજ બે અપક્ષ ધારાસભ્ય રોહન ખાઉંટે અને ગોવિંદ ગૌડે સાથે નિતિન ગડકરી સાથે બેઠક કરવા માટે પહોંચ્યા હતા. વળી, એમજીપી નેતા સુદિન ધાવલિકરે નિતિન ગડકરી સાથે બેઠક બાદ કહ્યુ આ લોકો એક કલાકમાં આ વાતનો નિર્ણય કરીશુ કે શું કરવાનું છે. હું પોતાની પાર્ટીની બેઠક કરવા જઈ રહ્યો છુ. હું એ લોકોને કહીશ કે તે પ્રસ્તાવ પાસ કરે.

સુદિન બનવા ઈચ્છે છે સીએમ

નિતિન ગડકરી સાથે બેઠક બાદ ગોવા વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ભાજપ ધારાસભ્ય માઈકલ લોબોએ કહ્યુ કે એમજીએફના નેતા સુદિન ધાવલીકર રાજ્યના મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે તેમણે ઘણી વાર ભાજપને સમર્થન આપીને ત્યાગ કર્યો છે. તેમણે પોતાની માંગ સામે રાખી દીધી છે ભાજપ આના માટે તૈયાર નહિ થાય.

English summary
After the demise of Goa CM Manohar Parrikar efforts to form new gov begins Congress write to Governor to form the gov.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X