કર્ણાટક સરકારે મુસલમાનોને OBC લિસ્ટમાં કર્યા સામેલ, NCBCએ આ નિર્ણયની કરી નિંદા
Lok Sabha Elections 2024: કર્ણાટક સરકારે અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગ (OBC)માં સામેલ કર્યા છે. નેશનલ કમિશન ફૉર બેકવર્ડ ક્લાસ(NCBC)એ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કર્ણાટક સરકારના આ નિર્ણયની જાણકારી આપી છે.
નેશનલ કમિશન ફૉર બેકવર્ડ ક્લાસે જણાવ્યું હતું કે કર્ણાટક સરકારના ડેટા મુજબ, કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળની રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં આરક્ષણ માટે ઓબીસીની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે.

કેટેગરી II-B હેઠળ, કર્ણાટક રાજ્યમાં તમામ મુસ્લિમોને OBC તરીકે ગણવામાં આવ્યા છે. કમિશને કહ્યું કે કેટેગરી-1માં 17 મુસ્લિમ સમુદાયોને ઓબીસી ગણવામાં આવ્યા છે, જ્યારે કેટેગરી-2એમાં 19 મુસ્લિમ સમુદાયોને ઓબીસી ગણવામાં આવ્યા છે.
કેટેગરી 1માં OBC તરીકે ગણવામાં આવતા 17 મુસ્લિમ સમુદાયોમાં નદાફ, પિંજર, દરવેશ, છપ્પરબંદ, કસાબ, ફુલમાલી (મુસ્લિમ), નલબંદ, કસાઈ, અથરી, શિક્કલીગરા, સિક્કાલીગરા, સલાબંદ, લદાફ, થીકાનગર, બાઝીગરા, જોહરી અને પિંજરીનો સમાવેશ થાય છે.
બીજી તરફ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજ આહિરે કહ્યું કે અમે આ મામલે કર્ણાટક સરકારને પૂછ્યું છે કે, આ ક્વોટા કયા આધારે આપવામાં આવી રહ્યો છે? અમને આ બાબતે કોઈ સ્પષ્ટતા મળી નથી.
કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે નેશનલ કમિશન ફૉર બેકવર્ડ ક્લાસીસને લેખિતમાં જાણ કરી છે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જેવા સમુદાયો ન તો જાતિઓ છે કે ન તો ધર્મો. કર્ણાટક રાજ્યમાં મુસ્લિમોની વસ્તી 12.92 ટકા છે. તેથી કર્ણાટકમાં મુસ્લિમોને ધાર્મિક લઘુમતી ગણવામાં આવે છે.
રાષ્ટ્રીય પછાત પંચે કર્ણાટક સરકારના નિર્ણયની નિંદા કરી છે. પંચનું કહેવું છે કે મુસ્લિમોનું પછાત જાતિ તરીકે વર્ગીકરણ સામાજિક ન્યાયના સિદ્ધાંતોને નબળું પાડે છે. બીજેપી નેતા અમિત માલવિયા કહે છે, 'અન્ય આઘાતજનક ઘટનાક્રમમાં, કર્ણાટક સરકારે સમગ્ર મુસ્લિમ સમુદાયને પછાત વર્ગ તરીકે વર્ગીકૃત કર્યો છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે કોંગ્રેસ સરકારના નિર્ણયની નિંદા કરી છે.












Click it and Unblock the Notifications
