Surat Lok Sabha Election 2024: સુરત સીટ ભાજપે બિનહરીફ જીતી, તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હંગામો

કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીની ગદ્દારી બાદ સુરત લોકસભા સીટ પરના બાકીના તમામ ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેંચી લીધા છે. આ સીટ પર બીજેપીના ઉમેદવાર બિન ફરીફ થયા છે.

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો બનેવી અને ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ સૂનાવણીમાં હાજર ન થયા બાદ અન્ય તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ સીટ બિનહરીફ જાહેર થઈ છે.

surat lok sabha

અહેવાલો અનુસાર, ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારીપત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નથી. ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું છે.

આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણીપંચે બીજેપીના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X