આજે પેટ્રોલની કિંમતમાં સામાન્ય વધારો, પણ ડીઝલમાં ઘટાડો ના બરાબર

પેટ્રોલની કિંમતમાં સામાન્ય વધારો, પણ ડીઝલમાં ઘટાડો ના બરાબર

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા કેટલાય દીવસથી ઉતાર-ચઢાવ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં સામાન્ય વધારો નોંધયો છે પરંતુ ડીઝલની કિંમતમાં ના બરાબર ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલ 0.04 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે જ્યારે ડીઝલ 0.08 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 70.14 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.66 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલમાં સામાન્ય વધારો નોંધાયો છે અને ડીઝલ સસ્તું થયું છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.05 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.07 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર દીઠ 72.76 રૂપિયાએ અને ડીઝલ 66.65 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ મોંઘુ અને ડીઝલ સોંઘુ થયું છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.05 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો જોવા મળ્યો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 0.08 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 78.38 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 69.81 રૂપિયા પ્રતિ લીટર દીઠ મળી રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધ-ઘટ જોવા મળી છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ લીટર દીઠ 0.05 પૈસાથી મોંઘુ થયું છે જ્યારે ડીઝલમાં લીટરદીઠ 0.07 પૈસાનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ 75.57 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 70.43 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X