પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે વધારો

petrol price
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: ગઇકાલે લોકોએ મોંઘવારી અને એફડીઆઇના રાવણનું દહન કરીને પોતાના મનને મનાવી લીધું હતું, પરંતુ હવે સામાન્ય વ્યક્તિ કઇ રીતે પોતાનો આક્રોષ વ્યક્ત કરી શકશે.

મળી રહેલા સમાચાર અનુસાર સરકારે પેટ્રોલ પંપ ડીલરોના કમીશનને વધારવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 18 રૂપિયા પ્રતિ લીટર વધારવાની સંભાવના તોળાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓઇલ કંપનીયો પાસેથી કમીશન વધારવાની માગને લઇને ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ ગયા અઠવાડિયે માત્ર એક શિફ્ટમાં ખુલ્યા હતા. આ વધારો પેટ્રોલ ડીલરોના કમીશનને વધારી આપવાથી થતા નુકસાનને સરભર કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે સરકારે જૂન, 2010માં પેટ્રોલને ભાવ નિર્ધારણથી મૂક્તિ આપી દીધી હતી જેના પગલે ઓઇલ કંપનીઓને ખપત અનુસાર ભાવ નિર્ધાર કરવાની છૂટ મળી ગઇ હતી. આ પહેલા કંપનીયોએ 8 ઓક્ટોબરે પેટ્રોલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X