PMએ સ્વીકાર્યું : વૃદ્ધિદર અગાઉ નિર્ધારિત કરેલા 6.5 ટકા કરતા ઓછો

મનમોહન સિંહે આજે ઉદ્યોગજગતને સંબોધિત કરતા જણાવ્યું કે વિદેશી મુદ્રા બજારમાં અસ્થિરતા ચિંતાનું સૌથી મોટું તાત્કાલિક કારણ છે. આ માટે આપણે સોનાની આયાત અને પેટ્રોલિયમ પદાર્થોની માંગ ઘટાડવાની જરૂર છે.
પીએમએ જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં ઉઠાવવામાં આવેલા પગલાંથી લાંબા સમયગાળામાં વ્યાજદરમાં વધારાના કોઇ સંકેત મળતા નથી. સાથે તેમણે સલાહ આપી કે ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે તમામ નીતિગત ઉપાયો અમલમાં મૂકવા જરૂરી છે. જો કે ભારતીય અર્થવ્યવસ્થાના પાયાના સિદ્ધાંત સારી સ્થિતિમાં છે.
નાણાકીય વર્ષ 2013-14માં ચાલુ ખાતાની ખાધ (કેડ) પાછલા નાણાકીય વર્ષના 4.7 ટકાની સરખામણીએ ઘણી ઓછી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો પ્રભાવ ચાલુ નાણાકીય વર્ષમાં બીજા છ માસિક ગાળામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષની આર્થિક વૃદ્ધિ દર 6.5 ટકાથી ઓછી રહી શકે છે.












Click it and Unblock the Notifications
