PNBએ ગ્રાહકોને આપી ચેતવણી, આ ભૂલ કરશો તો થઈ શકો છો ફ્રોડના શિકાર
PNBએ ગ્રાહકોને આપી ચેતવણી, આ ભૂલ કરશો તો થઈ શકો છો ફ્રોડના શિકાર
પંજાબ નેશનલ બેન્કના કરોડો ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. PNBએ એકવાર ફરી પોતાના ગ્રાહકોને એર્ટ કર્યા છે. PNBએ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ગ્રાહકોને કહ્યું કે તેઓ પોતાના કાર્ડની માહિતી સોશિયલ મીડિયા પર ન મૂકે, બીજાની સાથે શૅર ન કરો. ગ્રાહકો પોતાની ફરિયાદ બેન્ક સુધી પહોંચાડવા અને ફરિયાદનો ઉકેલ લાવવા બેન્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ કેટલાક ગ્રાહકોની ભૂલને કારણે ફ્રોડ ફાવી રહ્યા છે. ફરિયાદનો ઉકેલ લાવવા ખાનગી માહિતી અ બેન્ક ડિટેઈલ્સ આપવી એ ખોટી વાત છે.

PNBએ ટ્વિટ કરીને ગ્રાહકોને કરી અપીલ
તાજેતરમાં જ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચેતવણી જાહેર કરીને ગ્રાહકોને સાવચેત રહેવા કહ્યું હતું. હવે પંજાબ નેશનલ બેન્કે ગ્રાહકોને ચેતવણી આપી છે. PNBએ ટ્વિટ કરીને કસ્ટમર્સને કહ્યું કે કોઈ પણ પબ્લિક પ્લેટફોર્મ પર તમારી બેન્કિંગ ડિટેઈલ્સ શૅર ન કરો, જેથી તમારી બેન્કિંગ સુરક્ષિત રહે. કેટલાક ગ્રાહકો પોતાનો અકાઉન્ટ નંબર, કાર્ડ નંબર ફોન નંબર જેવી માહિતી શૅર કરે છે. PNBએ તેમને આવું ન કરવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે આ ટ્વિટમાં PNBએ કહ્યું છે કે બેન્ક ક્યારેય ફોન કરીને તમારી પાસે પર્સનલ કે બેન્કિંગ ડિટેઈલ્સ જેમ કે અકાઉન્ટ નંબર, આધાર નંબર, બર્થ ડેટ, યુપીઆઈ પેમેન્ટ એડ્રેસ, કાર્ડ ડિટેઈલ્સ, ઈમેલ એડ્રેસ, બેન્ક સાથે લિંક મોબાઈલ નંબર નથી માગતી.

SBIએ ગ્રાહકોને ચેતવ્યા
આ પહેલા SBIએ પણ ટ્વિટ કરીને કસ્ટમર્સને એલર્ટ કર્યા હતા. SBIના કસ્ટમર્સને કહી ચૂક્યુ છે કે સોશિયલ મીડિયા પર પોતાનો અકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર કે અકાઉન્ટ અંગેની કોઈ પણ પર્સનલ માહિતી શૅર ન કરો. જો આ રીતે ડિટેઈલ્સ જાહેર કર્યા બાદ ફ્રોડ થશે તો બેન્ક જવાબદાર નહીં રહે. બેન્કે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક કસ્ટમરને જવાબ આપતા આ વાત કહી રહી. આ કસ્ટમરે બેન્કને પોતાની મુશ્કેલીનો ઉકેલ શોધવા માટે ફરિયાદ કરતા કેટલાક ડોક્યુમેન્ટ્સ અને અકાઉન્ટ ડિટેઈલ્સ શૅર કરી હતી. બેન્કે તરત જ તેને હટાવી લેવા કહ્યું હતું.

આ વાતનું રાખો ધ્યાન
તમને જણાવી દઈએ કે SBIએ એવું પણ કહ્યું હતું કે બેન્કના કર્મચારીઓ કોઈ પણ પ્રકારની પેમેન્ટ લિંક નથી મોકલતા એટલું જ નહીં વીપીએસ-યુપીઆઈ, યુઝર આઈડી, પિન, ઈન્ટરનેટ બેન્કિંગ, પાસવર્ડ, સીવીવી નંબર કે ઓટીપી નથી માગતા. એટલે જો કોઈ તમારી પાસેથી આ માહિતી માગે તો જાળમાં ન ફસાતા

બોગસ કસ્ટમર કેસ નંબરને લઈને કર્યા એલર્ટ
એસીબાઈએ તાજેતરમાં જ પોતાના કસ્ટમર્સને ખોટા કસ્ટમર કેર નંબર અંગે પણ સાવચેત કર્યા હતા. બેન્કે ટ્વિટ કરીને કસ્ટમર્સને કહ્યું હતું કે આ ફેક નંબરના ચક્કરમાં ન ફસાતા નહીં તો તમે ફ્રોડના શિકાર થઈ શકો છો. એટલે હંમેશા એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ https://bank.sbi પરથ જ કોન્ટેક્ટ નંબર અને બ્રાંચની માહિતી મેળવો. પોતાના ટ્વિટમાં SBIએ કહ્યું હતું કે ક્યારેય ઈન્ટરનેટ પરથી સર્ચ કરેલા બેન્ક કે બ્રાંચ નંબર પર કૉલ ન કરો.

કસ્ટમર કેર નંબર પણ કર્યા જાહેર
SBIએ પોતાના ટ્વિટમાં કસ્ટમર કેર નંબર પણ જાહેર કર્યા છે. બેન્કે કહ્યું કે કોઈ પણ મદદ માટે SBIના 24/7 હેલ્પલાઈન નંબર 1800112211 ટોલ ફ્રી, 18004253800 ટોલ ફ્રી અથવા 080-26599990 પર કોલ કરો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
