SBI પછી PNB એ સસ્તી કરી હોમ અને કાર લોન, ઘટ્યા વ્યાજ દરો

પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેંકે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે અને લોન લેનારાઓને મોટી ખુશખબર આપી છે.

પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેંકે વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે અને લોન લેનારાઓને મોટી ખુશખબર આપી છે. પીએનબીએ બુધવારે ફંડના માર્જિનલ કોસ્ટ-બેઝ્ડ વ્યાજ દર (MCLR) માં 0.10 ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘટાડો વિવિધ સમયગાળાની લોન માટે કરવામાં આવ્યો છે. પીએનબીના વ્યાજ દરમાં કરાયેલ ઘટાડો 1 માર્ચ, 2019 થી લાગુ થશે.

આ પણ વાંચો: દેશની સૌથી મોટી બેંક SBI માં 25% નોકરીઓ સમાપ્ત થશે, આ છે કારણ

PNB માંથી લોન લેનારાઓ માટે ખુશખબર

PNB માંથી લોન લેનારાઓ માટે ખુશખબર

પંજાબ નેશનલ બેંકમાંથી ઘર અને કાર લોન લેનારાઓને રાહત મળી છે. પીએનબી દ્વારા ફંડના માર્જિનલ કોસ્ટ-બેઝ્ડ વ્યાજ દર (MCLR) માં 0.10 ટકાના દરે ઘટાડો કર્યો છે. આ ઘટાડો 1 માર્ચ, 2019 થી લાગુ થશે. પીએનબીના નિર્ણય મુજબ 1 વર્ષની લોન પર વ્યાજ દર 8.55 ટકાથી ઘટીને 8.45 ટકા કરવામાં આવ્યો છે. 3 વર્ષના ગાળાની લોન માટે વ્યાજના દરને ઘટાડીને 8.65% કરવામાં આવ્યો છે.

1 માર્ચથી લાગુ

1 માર્ચથી લાગુ

1 દિવસ / 1 મહિના / 3/6 મહિના માટે MCLR ને પણ 0.10 ટકાથી ઘટાડીને અનુક્રમે 8.05 ટકા, 8.10 ટકા અને 8.15 ટકા કરી દીધો છે. PNB એ MCLR દરમાં ઘટાડો કર્યો છે, પરંતુ આધાર દર 9.25 ટકા રહેશે. તેનો લાભ હોમ લોન, કાર લોન લેનારા લોકોને થશે.

SBI એ પણ ઘટાડ્યા વ્યાજદરો

SBI એ પણ ઘટાડ્યા વ્યાજદરો

PNB પહેલાં SBI એ વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો. 8 ફેબ્રુઆરીએ, SBI એ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 0.05 ટકા વ્યાજના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ 2018-19 ના અંતિમ દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં, મુખ્ય નીતિ દર રેપોમાં 0.25 ટકા ઘટાડો કર્યો હતો અને તેને 6.25 ટકા કર્યો હતો. તે પછી બેંકોએ વ્યાજના દરોમાં ઘટાડો કરી અને લોન લેતા લોકોને લાભ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X