For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની સૌથી મોટી બેંક SBI માં 25% નોકરીઓ સમાપ્ત થશે, આ છે કારણ

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે અરજી કરતા લોકોની સંખ્યા હજારોમાં છે. જો તમે પણ એસબીઆઈમાં નોકરી કરવાની રાહ જોઇ રહ્યા છો.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી માટે અરજી કરતા લોકોની સંખ્યા હજારોમાં છે. જો તમે પણ એસબીઆઈમાં નોકરી કરવાની રાહ જોઇ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે આ સમાચાર તમારા માટે સારા નથી. ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરીની તકો ઘટી રહી છે.

state bank of india

રિપોર્ટ અનુસાર બેન્કમાં કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે પરંતુ તેમની જગ્યાએ નવી નિમણૂક થઇ રહી નથી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી બેંકે છેલ્લા 5 વર્ષથી નિવૃત્ત થઇ રહેલા કર્મચારીઓની જગ્યાએ ફક્ત 75 ટકા નવા કર્મચારીઓની નિમણૂક કરી છે. નવી નિમણૂંકમાં ઘટાડાને લીધે એસબીઆઈમાં 25 ટકા નોકરીઓનો ઘટાડો થયો છે. જો તમે વર્ષ 2018 વિશે વાત કરો છો, તો આ વર્ષે 12,000 કર્મચારીઓ બેંકમાંથી નિવૃત્ત થયા છે. જયારે આ જગ્યાએ ફક્ત 10,000 નવી નિમણૂંક કરવામાં આવી હતી.

આ પણ વાંચો: RBI એલર્ટ: ભૂલથી પણ આ એપ ડાઉનલોડ કરશો નહીં, ખાલી થઇ જશે તમારું બેન્ક ખાતું

ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ટેકનોલોજીની મદદથી સ્ટાફના અભાવને પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. એએનઆઇએ એક સિનિયર બેંક અધિકારીની માહિતીના આધારે જાણ કરી હતી કે ભારતીય રેલવેની જેમ, ભારતીય સ્ટેટ બેન્કને છેલ્લાં બે વર્ષમાં 8,000 જેટલા કર્મચારીઓ માટે 28 લાખ લોકોની અરજીઓ મળી છે. એટલું જ નહીં ક્લાર્કની પોસ્ટ માટે અરજી કરનારા 80 ટકા ઉમેદવારો એમબીએ અથવા એન્જિનિયરિંગ કરેલા છે.

આ પણ વાંચો: આ ચાર બેન્કમાંથી હોમ લોન લેવી સસ્તી, સૌથી ઓછી ઇએમઆઇ

એસબીઆઈમાં ક્લાર્ક તરીકે જોડાયા પછી, તેમાંના મોટાભાગના અધિકારીની પોસ્ટ પર પ્રમોશન માટે આંતરિક પરીક્ષાઓમાં સામેલ થાય છે. એટલું જ નહીં, વિશ્વમાં બેન્ક તકનીકી વિકાસને ધ્યાનમાં રાખીને તેની કાર્ય શૈલીમાં બદલાવ કરી રહી છે. બેન્ક ઑટોમેશનને દયાનમાં રાખીને કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે.

English summary
25% of jobs in the country's largest bank SBI will end, because this is the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X