પૈસા બચાવવાની આ આદતો તમને બનાવશે પૈસાદાર
આપણને બધાને બિનજરૂરી ચીજો ખરીદવાની આદત હોય છે. પણ આપણે બિનજરૂરી ચીજો પર ખર્ચ કરતા પહેલા વિચાર કરવો જરૂી છે, જેથી બિનજરૂરી ખર્ચ પર લગામ લગાવી શકાય.
આપણને બધાને બિનજરૂરી ચીજો ખરીદવાની આદત હોય છે. પણ આપણે બિનજરૂરી ચીજો પર ખર્ચ કરતા પહેલા વિચાર કરવો જરૂી છે, જેથી બિનજરૂરી ખર્ચ પર લગામ લગાવી શકાય. આ રીતે તમારી બચત પણ થશે અને તમે સાચો નિર્ણય લેવામાં સક્ષમ પણ બનશો. આ માટે તમારે વ્યક્તિગત આદતો સારી રાખવી પડશે, જે તમને ખર્ચ ઘટાડવામાં અને યોગ્ય રીતે ખર્ચ કવરામાં મદદ કરે. આ રીતે તમે તમારા નાણાકીય લક્ષ્ય પ્રાપ્ત કરી શક્શો, અને પૈસા પર પણ નિયંત્રણ રહેશે. અમે તમને કેટલીક એવી આદતો જણાવીશું જેનાથી તમે ખર્ચ ઘટાડી શક્શો. સાથે જ સફળતા પણ મેળવી શક્શો.
આ પણ વાંચો: ઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક

ખરીદતા પહેલા તૈયાર કરો યાદી
મોટા ભાગે આપણે સામાન ખરીદવા માટે કોઈ દુકાને જઈએ ત્યારે બિનજરૂરી ચીજવસ્તુઓ ખરીદીએ છીએ. આમ કરવાથી બચવુ જોઈએ. એટલે ખરીદી કરવા જતા પહેલા હંમેશા લિસ્ટ બનાવવું જરૂરી છે. જેનાથી બિનજરૂરી ચીજો ખરીદવામાંથી મુક્તિ મળશે. સાથે જ સમય પહેલા ખરીદવાની હોય તે ચીજોની પમ યાદી બનાવો જેથી તમે બિનજરૂરી ખરીદી ન કરો.

નિવૃત્તિ માટે કેટલાક પૈસા બચાવો
હંમેશા વરસાદના સમયે બચત કરવાની સલાહ વધુ અપાય છે. કારણ કે આ દિવસોમાં ખાણીપીણીથી લઈને અન્ય ચીજોમાં વધુ ખર્ચ થાય છે. ખાસ કરીને વૃદ્ધોની વાત કરીએ તો તેમના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બચત જરૂરી છે. એટલે કરિયરની શરૂઆતથી જ બચત કરવી જરૂરી છે. સેવાનિવૃત્તિ બચત ખાતામાં તમારી કમામીનો એક હિસ્સો બચાવતા રહો.

નિયમિત રીતે બિલ ચૂકવો
વીજળી બિલ જેટલું જલ્દી ભરશો એટલું સારુ છે. દંડ આપવાથી બચવા માટે તમારા બિલો ટાઈમસર ચૂકવ્યા કરો. કારણ કે ટાઈમસર બિલ ન ચૂકવો તો દંડ ચૂકવવો પડે છે. એટલે આ મુસીબતથી બચવા માટે ટાઈમસર બીલ ચૂકવો

કારની સાચવણી કરો
કારની સાચવણી ધ્યાનથી કરો. કાર મેઈન્ટેન્સમાં રાહ ન જુઓ. કારણ કે સમયાંતરે કારને રિપેરિંગ નહીં કરાવો તો ખર્ચ વધવાની શક્યતા વધી જાય છે. ધ્યાન રાખો કે નિર્ધારિત સમયે વાહનનું રિપેરિંગ કર્યા કરો.

ખરીદી કરતા સમયે લલચાવ નહીં
હમેશા એ જોયું છે કે એક નજરે પસંદ આવતી ચીજવસ્તુઓ ખરીદવામાં લોકોને ફાઈનાન્સિયલ તકલીફો થાય છે. એટલે એક નજરમાં ઉત્પાદન જોઈને ખરીદવાથી બચવું જોઈએ. એટલે પહેલી નજરે કંઈક જોઈને ખરીદવાથી બચવું જોઈએ. વસ્તુ ગમે પછી ઓછામાં ઓછા 15 મિનિટ સુધી રાહ જોવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ ખરીદી કે ખર્ચ કરવાનો આવેગ મહેસૂસ કરે ત્યારે 15 મિનિટ બીજે ધ્યાન આપવું જોઈએ. જો 15 મિનિટ બાદ પણ ધ્યાન આકર્ષાય તો સમજો કે તમને વસ્તુ ગમે છે, તો જ ખરીદો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
