For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિમાન ખરીદી સોદા પર પ્રફુલ્લ પટેલે ઉઠાવ્યો વાંધો!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર : ભારે ઉદ્યોગમંત્રી પ્રફુલ્લ પટેલે 3 અરબ રૂપિયાના એક વિમાન ખરીદીના સોદા પર વાંધો ઉઠાવ્યો છે. આ સોદો વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો. પટેલે પોતાનો વાંધો સુરક્ષા મંત્રી એ.કે. એન્ટનીને પત્ર લખીને વ્યક્ત કર્યો છે.

પટેલની ફરિયાદ છે કે આ ડિલની ટેન્ડર પ્રક્રિયામાં પબ્લિક સેક્ટરની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલને બહાર રાખવામાં આવ્યું, જ્યારે એચએએલમાં આ સોદાને પૂર્ણ કરવાની પૂરેપૂરી ક્ષમતા હતી. પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરતો રક્ષામંત્રી એ.કે. એન્ટનીને એક પત્ર પાઠવ્યો છે.

aircraft
પટેલે એન્ટનીને લખેલા આ પત્રમાં પૂછ્યું છે કે વિમાન ખરીદીમાં વાયુસેનાએ સાર્વજનિક વિસ્તારની કંપનિઓને શા માટે ટેન્ડરની બહાર રાખી. બીજી બાજું સૂત્રોના જણાવ્યા અનુસાર એચએએલ જેવી કંપનીઓ પર પહેલાથી જ કામનું ભારણ વધારે હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો.

સૂત્રોની માનીએ તો સરકાર આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પણ તક આપવા માગે છે. આ સોદા અંતર્ગત સરકાર વિદેશી કંપની પાસેથી 16 એરક્રાફ્ટ ખરીદવા માગે છે. શરત અનુસાર આ કંપનીએ ભારતની ખાનગી કંપની સાથે મળીને 40 ટકા એરક્રાફ્ટનું નિર્માણ કરવાનું રહેશે.

English summary
Heavy Industries Minister Praful Patel has raised questions on the move to bar government PSUs from participating in the tender for supply of 56 transport aircraft at an estimated cost of Rs 12,000 crore to the Indian Air Force.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X