મોંઘવારીની વધુ એક માર, રાંધણ ગેસ સિલિન્ડર પર 50 રુપિયા વધ્યા, હવે આટલામાં મળશે સિલિન્ડર

પહેલેથી જ મોંઘવારીની માર સામે ઝઝૂમી રહેલ સામાન્ય લોકોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

નવી દિલ્લીઃ પહેલેથી જ મોંઘવારીની માર સામે ઝઝૂમી રહેલ સામાન્ય લોકોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે શનિવારે ક્રૂડ ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ પણ 50 રુપિયા વધારી દીધા છે. ભાવ વધ્યા બાદ હવે 14.2 કિલોગ્રામનુ એલપીજી સિલિન્ડર 999.50 રૂપિયામાં મળશે. રાંધણ ગેસ સિલિન્ડર પર વધેલી કિંમતો આજથી જ લાગુ થઈ ગઈ છે.

lpg

ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા માર્ચમાં જ ક્રૂડ ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતોમાં 50 રુપિયાનો વધારો કર્યો. વળી, ગયા સપ્તાહે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ 102 રૂપિયાનો વધારો થયો હતો. એ વખતે 19 કિલોવાળા કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2253 રુપિયા છે. એવામાં રાંધણ ગેસ સિલિન્ડર મોંઘુ થવાથી રસોઈનુ બજેટ અને મોંઘવારીની માર સહન કરી રહેલ સામાન્ય લોકોની મુશ્કેલી વધવી નક્કી છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતોએ બગાડ્યુ ઘરનુ બજેટ

તમને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં હાલમાં ડીઝલ અને પેટ્રોલની કિંમતો 100 રુપિયાને પાર છે. ઈંધણના ભાવ વધવાથી બજારમાં રોજિંદા સામાનથી લઈને ખાવાપીવાની વસ્તુઓની કિંમતો વધી છે. દિલ્લીની વાત કરીએ તો દેશની રાજધાનીમાં પેટ્રોલની કિંમતો હાલમાં 105.41 રુપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 95.87 રૂપિયા પ્રતિ લિટર છે. જો કે, એક રાહતની વાત એ પણ છે કે છેલ્લા લગભગ એક મહિનાથી ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી અને ભાવ સ્થિર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X