દામાણીનો કમાલ, રાતોરાત અનિલ અંબાણીને પણ પછાડ્યા!

Written By:
Subscribe to Oneindia News

રાધાકિશન દામાણી, એક દિવસ પહેલાં આ વ્યક્તિને દેશના મર્યાદિત લોકો જ જાણતા હતા, પરંતુ રાતોરાત તેમનું નામ દેશના અબજોપતિ ઓની યાદીમાં ઉમેરાતાં હવે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રિટેઇલ કંપનીના માલિક રાધાકિશન દામાણીનું નામ મંગળવારે જ ભારતના ટોપ 20 અબજોપતિઓની યાદીમાં ઉમેરાયું છે.

શેર બજારનો છે કમાલ

શેર બજારનો છે કમાલ

આમ થવા પાછળનું કારણ છે શેર બજાર. મંગળવારે શેર બજારની યાદીમાં રાધાકિશન દામાણીની કંપની લિસ્ટ થતાં રાતોરાત તેમની સમૃદ્ધિમાં વધારો થયો છે. રિટેઇલ ચેન ઓપરેટ કરતી દામાણીના કંપની એવેન્યૂ સુપરમાર્ટ્સ શેરમાં બજારમાં લિસ્ટેડ થઇ છે, જે પછી જોતજોતામાં રાધાકિશન દામાણીને વેલ્થ અનિલ અંબાણીના આંકડાને પણ વટાવી ગઇ છે. છેલ્લા 13 વર્ષોમાં પહેલી વાર આવું થયું છે, જ્યારે શેર બજારમાં કોઇ કંપની લિસ્ટ થતાં કંપનીના શેરમાં આટલી ઝડપી તેજી આવી હોય.

અંબાણી, ગોદરેજ, બજાજ તમામ કરતાં આગળ

અંબાણી, ગોદરેજ, બજાજ તમામ કરતાં આગળ

દામાણીની વેલ્થમાં થયેલી સમૃદ્ધિને કારણે તેઓ અનિલ અગ્રવાલ, અનિલ અંબાણી, ગોદરેજ પરિવાર અને રાહુલ બજાજ જેવા ઉદ્યોગપતિઓની કંપનીને પણ પાછળ છોડવામાં સફળ થયાં છે. એવેન્યૂનું પહેલા દિવસનું પ્રદર્શન જોઇએ તો દામાણી હાલ દેશના 17મા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, રિટેઇલ ચેન ડી-માર્ટ દામાણીની કંપની એવેન્યૂ હેઠળ છે.

114 ટકા રિટર્ન મળ્યું

114 ટકા રિટર્ન મળ્યું

ડી-માર્ટના શેરની કિંમત 604.40 રૂપિયા છે, આ શેરની ઇશ્યૂ પ્રાઇઝ હતી 299 રૂપિયા. આમ અહીં 102 ટકા રિટર્ન મળ્યું કહેવાય. આખા દિવસ દરમિયાન કંપનીના શેરના ભાવ વધીને રૂ.650 સુધી પહોંચ્યા અને આથી કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 40 હજાર કરોડ રૂપિયા થઇ ગયું. મંગળવારે સાંજે શેર બજાર બંધ થતા સમયે શેરની કિંમત હતી 640.75 રૂપિયા. એ હિસાબે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 39,988 કરોડ રૂપિયા થયું તથા કંપનીના શેર પર 144 ટકા રિટર્ન મળ્યું.

તમામ મોટી કંપનીઓ રહી ગઇ પાછળ

તમામ મોટી કંપનીઓ રહી ગઇ પાછળ

દામાણીની કંપનીનો માર્કેટ કેપ હાલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રિઝ, મૈરિકો અને બેંક ઓફ બરોડા જેવી કંપનીઓ કરતાં પણ વધુ છે. કંપનીમાં દામાણીના ભાગને ધ્યાનમાં લેતા તેમની કુલ સંપત્તિ 5.2 અબજ ડૉલર થઇ ગઇ છે. 61 વર્ષીય રાધાકિશન દામાણી મોટેભાગે સમાચારોથી દૂર રહેતા હોવાથી ઓછા લોકો તેમના વિશે જાણે છે. તેઓ મોટેભાગે સફેદ કપડા પહેરે છે અને આથી જ રોકાણકારોમાં તેઓ 'મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ'ના નામે ઓળખાય છે.

English summary
Radhakishan Damani become 17th richest Indian Businessman.
Please Wait while comments are loading...