રઘુરામ રાજન આજે સંભાળશે રિઝર્વ બેન્કના ગવર્નરનો કાર્યભાર

raghuram rajan
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર : કેન્દ્રીય નાણામંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર રઘુરામ ગોવિંદ રાજન બુધવારે ભારતીય રિઝર્વ બેન્કના નવા ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળશે. તેઓ હાલના ગવર્નર ડી. સુબ્બારાવનું સ્થાન લેશે. 50 વર્ષિય રાજન આ પદ પર નિમણૂંક થનારા સૌથી ઓછી ઉંમરના અધિકારી છે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહે છ ઑગસ્ટના રોજ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરના રૂપમાં ત્રણ વર્ષના કાર્યકાળ માટે રઘુરામ રાજનની નિમણૂંક માટે મંજૂરી આપી હતી. રાજન ગયા વર્ષે ઑગસ્ટમાં નાણાંમંત્રાલય સાથે જોડાયા હતા. તેઓ બેન્કર, શિક્ષણવિદ અને ટેકનોલોજી અધિકારી રહી ચૂક્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ સાથે સંકળાયેલા રહ્યા છે અને તેમણે શિકાગો યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કર્યો છે.

રાજન આઇએમએફમાં પણ સૌથી ઓછી ઉંમરના આર્થિક-સલાહકાર તથા મુખ્ય અર્થશાસ્ત્રી(ઓક્ટોબર 2003થી ડિસેમ્બર 2006 સુધી) હતા. તેઓ ભારતીય ટેકનોલોજી સંસ્થાન, નવી દિલ્હી, ભારતીય મેનેજમેન્ટ સંસ્થા, અમદાવાદ, અને મૈસાચુસેટ્સ ઇંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના રહી ચૂક્યા છે.

રઘુરામ રાજનની આરબીઆઇના ગવર્નર તરીકે નિમણૂંક એવા સમયે થવા જઇ રહી છે, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત સારી નથી, અને તેનાથી બહાર આવવાને લઇને સરકાર અને આરબીઆઇમાં તાદત્મ્યની ઉણપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X